<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

પાછળથી વિલાપ કરતાં વાલીઓ વિચારશે ખરા?

એ વિદ્યાર્થીઓની આત્‍મહત્‍યાનું પાપ કોને લાગે? ;પાંચ મિનિટ ગાયત્રી મંત્રનું અર્થ સાથે ગાન કરવાથી મન શાંત થાય છે

બે દિવસ પહેલા રાજકોટના એક તરુણ વિદ્યાર્થીએ  ફાંસો ખાઈ આપદ્યાત કરી લીધો. ગયા સપ્તાહે પણ બે વિદ્યાર્થીએ આત્‍મહત્‍યા કરી હતી .એ પહેલા શૈક્ષણિક હબ ગણાતા રાજસ્‍થાનના કોટા શહેરમાં અભ્‍યાસ કરતી રાજકોટની તેજસ્‍વી છાત્રાએ જીવન ટુંકાવી લીધું. આ માત્ર એકલા રાજકોટ શહેરની વાત છે .ગુજરાતમાં જોઈએ તો આવી આત્‍મહત્‍યાની સંખ્‍યા દ્યણી થાય.

કારણ શું?

વિદ્યાર્થીઓની આત્‍મહત્‍યામાં આર્થિક સંકળામણ કે રોગ જેવા કારણો ન હોય. એકમાત્ર કારણ હોય અભ્‍યાસની ચિંતા .સારી કારકિર્દી માટે સારા ટકા લઈ આવવા એ જ ધૂન હોય. માતા પિતા પણ એવું જ ઇચ્‍છતા હોય કે સંતાન સારા ટકા લઈ આવે અને સારી કારકિર્દી બને. બસ, અહીંયા જ ભૂલ થાય છે. સંતાનને પરિવારની હુંફ હોય તો ખરાબ વિચાર ન આવે. તો આટલા મોટી સંખ્‍યામાં આત્‍મહત્‍યા થાય છે કેમ?કોની દુષ્‍પ્રેરણાથી બાળકો ભટકી જાય છે; અને જીવનની શરૂઆત પહેલા જ જીવનનો અંત આણે છે. વાલીઓ જેટલા જ વિદ્યા ગુરુઓ પણ જવાબદાર છે. કોટાની કન્‍યાએ તો પોતાના છેલ્લા પત્રમાં શિક્ષણ પદ્ધતિ જ વિદ્યાર્થીઓના મોત માટે જવાબદાર છે એવું કહીને અંતિમ પગલું ભરી લીધું હતું.

પાપ કોને લાગે?

શાષાોમાં કહ્યું છે કે આત્‍મહત્‍યા પાપ છે, તો આ કુમળા નાસમજ બાળકોની આત્‍મહત્‍યાનું પાપ કોને લાગે? જીવન ટૂંકાયું તેનું પાપ તો લાગે જ પરંતુ દુષ્‌ પ્રેરણાનું નિમિત બનનાર વાલીઓ અને વિદ્યાગુરુ પણ પાપના સહભાગી બને છે. માતા-પિતાનું જીવન તો આવા જુવાનજોધ સંતાનના અકાલ અંતથી દુઃખી-દુઃખી થઈ જાય છે. અને એ પીડા બહુ આકરી હોય છે.

ઉપાય શું ?

ંહવે થોડા દિવસોમાં બોર્ડની પરીક્ષા શરૂ થશે. વિદ્યાર્થીઓ પાસે આપણી અપેક્ષાઓ વધારે હોય છે ત્‍યારે તેઓ વિના કારણે તનાવમાં આવી જતા હોય છે. આવા સમયે તેમને પારિવારિક સધિયારો અને  હિંમતની જરૂર હોય છે. પરિણામ તો આવે ત્‍યારે આવે, પરંતુ પેપર નબળું જાય તો પણ વિદ્યાર્થી ભાંગી પડે છે .આવા સંજોગોમાં આપણે સતત તેની સાથે રહેવું જોઈએ. શહેરની જુદી જુદી શાળાઓ અને સંસ્‍થાઓ કાઉન્‍સેલિંગના ક્‍લાસ લેતી હોય છે, તો તેની સાથે સાથે દ્યરનું વાતાવરણ પણ અનુકૂળ બનાવવું જોઈએ. આવી સ્‍થિતિનો ઉપાય વેદમાં છે .એ છે ગાયત્રી મંત્રનું ગાન .દરરોજ પાંચ મિનિટ અર્થ સાથે ગાયત્રી મંત્રનું ગાન ધ્‍યાન કરવાથી મન શુદ્ધ બને છે અને રસ્‍તાઓ આપોઆપ ખુલે છે .આપણી પાસે તો મોબાઈલની સુવિધા છે ગુગલ માં સર્ચ કરીને આ મંત્ર વગાડીને સાંભળી શકાય છે. આ મંત્રને અર્થ સાથે જોઈએ તો

‘‘ઓમ ભુર્ભુવઃ સ્‍વઃ તત્‍સવિતુર્વરેણ્‍યં ભર્ગો  દેવસ્‍ય ધીમહી ધીયો યો નઃ પ્રચોદયાત''

આ મંત્રનો હિન્‍દીમાં અર્થ જોઈએ તો.

‘‘તુને હમે ઉત્‍પન્ન કિયા, પાલન કર રહા હૈ તું, તુજસે હી પાતે પ્રાણ હમ, દુખીયો કે કષ્ટ હરતા હૈ તું. તેરા મહાન તેજ હે, છાયા હુવા સભી સ્‍થાન , સૃષ્ટિ કી વસ્‍તુ વસ્‍તુમે તું હો રહા હૈ વિદ્યામાન, તેરા હી ધરતે ધ્‍યાન હમ , માંગતે તેરી દયા , ઈશ્વર હમારી બુદ્ધિ કો શ્રેષ્ઠ માર્ગ પર ચલા.''

યજુર્વેદનો આ મંત્ર જ મનને શુદ્ધ કરે છે અને નબળા વિચારો દૂર થાય છે આ રીતે આપણે આપણી આવનારી પેઢીને સન્‍માર્ગે વાળી શકીશું. અસ્‍તુ.

(3:18 PM IST)