તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th February 2025
ઈન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર ૨૦૨૫ ઇવેન્ટને ઝીરો વેસ્ટ ઈવેન્ટ બનાવાઈ
મનપાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો નવતર પ્રયોગ :ભાગ લેનાર લોકોને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કચરાના વર્ગીકરણ અને પ્લાસ્ટિકનો બિનજરૂરી વપરાશ ન કરવા માટે જાગળત કરવામાં આવ્યા

રાજકોટ તા. ૪ :.. લઘુ ઉદ્યોગ ભરતી દ્વારા રાજકોટ શહેરમાં ૯-માં ઈન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર ૨૦૨૫નું આયોજન તા. ૨ થી ૫ દરમ્યાન કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આ ઇવેન્ટને ઝીરો વેસ્ટ ઈવેન્ટ બનાવવામાં આવી છે.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ડેડીકેટેડ સ્ટોલ દ્વારા ઈવેન્ટની મુલાકાત લેતા તમામ લોકોને RRR– રિડ્યુસ, રિયુઝ એન્ડ રિસાયકલના અભિગમ અંગે જાગળત કરવામાં આવ્યા. આ ઉપરાંત રાજકોટ શહેરના નાગરિકો માટે હોમ કંપોસ્ટિંગ માટે ખાસ તાલીમ કાર્યક્રમ કરવામાં આવ્યો. આ ઉપરાંત કચરાનું વર્ગીકરણ કેવી રીતે કરવું, ભીના અને સૂકા કચરાનો નિકાલ કેવી રીતે કરવો, C&D વેસ્ટનું પ્રોસેસિંગ, ૪ કેટેગરીમાં કચરાનું વર્ગીકરણ વગેરે અંગે લોકોને જાગળત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સમગ્ર ઇવેન્ટમાં આશરે ૧૫૦૦૦ લોકોને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કચરાના વર્ગીકરણ અને પ્લાસ્ટિકનો બિનજરૂરી વપરાશ ન કરવા માટે જાગળત કરવામાં આવ્યા હતા. રાજકોટમાં આયોજિત આ ઈવેન્ટને સર્વ પ્રથમવાર ઝીરો વેસ્ટ ઇવેન્ટ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એટલે કે સમગ્ર ઈવેન્ટ દરમિયાન કોઈ પણ પ્રકારના સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. કચરાનું ઉત્પાદન થશે નહીં અને જો કોઈ હશે તો તેને રિસાયકલ કરવામાં આવશે. (પ-૧૪)
(3:19 PM IST)










