News of Tuesday, 4th February 2025
રૂખડીયાપરામાં મહિલાના ઘરમાં આતંકઃ ઘટના સ્થળે પોલીસને ‘હું આ વિસ્તારનો ડોન છુ' કહી પોલીસના વાહનોમાં તોડફોડ
ફરીદાબેનના જમાઇના ભાઇ સામેના જુના ઝઘડાનો ખાર રાખી માજીદ ભાણુ સહિતની ટોળકીની ધમાલઃ લાકડાના ધોકા-પથ્થરમારો થતા પોલીસ પણ ભાગીઃ બે ફરીયાદમાં ૧ર સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો તળે ગુન્હો નોંધાયો

રાજકોટ, તા. ૪: શહેરના રૂખડીયાપરામાં રહેતી મહિલાના જમાઇના ભાઇ સાથે એક વર્ષ પુર્વ થયેલ માથાકુટનો ખાર રાખી નામચીન માજીદ ભાણુ અને તેની ટોળકીએ મહિલાના ઘરમાં સોડા બોટલના ઘા કરી આંતક મચાવ્યો હતો. આ બનાવને પોલીસ ઉપર પણ નામચીન માજીદે ‘હું આ વિસ્તારનો ડોન છું' તેમ કહી પોલીસ સાથે ઝપાઝપી કરી પોલીસના વાહનો ઉપર લાકડાના ધોકા અને પથ્થરમારો કરતા પોલીસને ભાગવુ પડયું હતું. આ બનાવ અંગે અલગ-અલગ બે ફરીયાદમાં નામચીન માજીદ ભાણુ અને તેની ટોળકીના ૧ર શખ્સો સામે ગુન્હો નોંધાયો છે.
મળતી વિગત મુજબ રૂખડીયાપરામાં મેલડી માતાના મંદિર પાસે રહેતા ફરિદાબેન જુસબભાઇ શેખ (ઉ.વ. ૪૦) એ પ્રધ્યુમનગર પોલીસ મથકમાં નામચીન માજીદ ભાણુ, સાવન ઉર્ફે લાલી, સમીર ઉર્ફે ધમો, સાહિલ ભુરો અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ થઇ છે. ફરિદાબેને ફરિયાદમાં જણાવ્યુ છે કે હું પરિવાર સાથે રહું છું. પતિ રીક્ષા ચલાવે છે સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. મોટી દીકરી ઘરની સામે સાસરે છે. આશરે એક વર્ષ પહેલા મારા જમાઇ શબ્બીરના નાના ભાઇ અનવરને બજરંગવાડીમાં રહેતા માજીદ ભાણુ અને તેના મિત્રો સાથે માથાકુટ થઇ હતી જે બાબતનો ખાર રાખી રાતે બાર વાગ્યા આસપાસ હું મારા ઘરે હતી ત્યારે બહાર દીકરા સાજીદને જોરજોરથી કોઇ રાડો પાડતુ હોઇ તેથી હું ઘરની બહાર આવી જોતા માજીદ ભાણુ અને તેના મીત્રો સાવન ઉર્ફે લાલી, સમીર ઉર્ફે ધમો, સાહિલ ભુરો અને એક અજાણ્યો મળી પાંચ શખ્સો હતા મેં તેને ‘સાજીદનું શુ કામ છે' તેમ પુછતા કહેવા લાગેલ કે ‘તમને બધાને બોવ હવા છે' કહી નેફા માથી છરી કાઢી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા બાદ મેં તેમને અહી ગાળો બોલવાની ના પાડતા આ માજીદ સહિત પાંચેય શખ્સો કાચની બોટલો મારા ઘરમાં ફેકવા લાગતા અમે તુરંતજ ઘરમાં જતા રહયા હતા. બાદ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસ પહોંચે તે પહેલા આ પાંચેય શખ્સો ભાગી ગયા હતા. દરમ્યાન પ્રનગર પોલીસ મથકના એ.એસ.આઇ. ડી.વી. ખાંભલા, કોન્સ મયુરરાજસિંહ જાડેજા સહિત ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે પોલીસ મથકમાંથી કોલ આવતા સર્વેલન્સ સ્કવોડના કોન્સ તૌફીકભાઇ મંથરાએ જાણ કરતા પી.આઇ. પી.આર. ડોબરીયા, પી.એસ.આઇ. બેલીમ, કોન્સ તૌફીકભાઇ સહિતે રૂખડીયાપરામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રૂખડીયાપરામાં પહોંચતા ફરિદાબેન ડરી ગયેલ હોઇ તેથી પી.આઇ. પી.આર. ડોબરીયાની સુચનાથી મોડી રાત્રે કોન્સ. તૌફીકભાઇ તથા મયુરરાજસિંહ સ્ટાફ સાથે આરોપીઓની શોધમાં હતા. ત્યારે જામનગર રોડ સાંઢીયા પુલ સ્લમ કવાર્ટર કમીટી ચોક પાસે પહોંચતા માજીદ ભાણુ તેમજ તેના ૧૦ થી ૧ર સાગરીતો ઉભા હોઇ તેમાં ચાર જણાના હાથમાં લાકડાના ધોકા હોઇ જેથી માજીદને બોલાવી પોલીસ તરીકેની ઓળખ આપતા માજીદ ભાણુએ કહેલ કે ‘તુ પોલીસ હોય તો શું થયુ અમે આ વિસ્તારના ડોન છીએ' તેમ કહી ઝઘડો કરવા લાગ્યા હતા. પોલીસે ઝઘડો ન કરવા સમજાવતા આ શખ્સોએ ઉગ્ર બોલાચાલી કરી અમારા વિસ્તારમાં કેમ આવ્યો છો તેમ કહી કોન્સ રીયાઝભાઇ સાથે ઝપાઝપી કરી વાંસાના ભાગે ઢીકો મારી દેતા મારી સાથે પોલીસ કોન્સ મયુરરાજસિંહ છોડાવતા તેને પણ ગાળો આપી ઝઘડો કરવા લાગ્યા અને બંને પર પથ્થરના ઘા કરવા લાગ્યા અને બંનેના બાઇકમાં લાકડાના ધોકા ફટકારી તોડફોડ કરી હતી. પોલીસપર આ લોકોએ ટોળાના રૂપમાં હુમલો કરતા અમારો જીવ બચાવવા વાહન મુકી દોડી તે વિસ્તારની બહાર આવી મદદ માટે જાણ કરતા. પી.એસ.આઇ. તથા તેની સાથે એ.એસ.આઇ. ડી.વી. ખાંભલા તથા કોન્સ તૌફીકભાઇ સહિતને સ્થળ પર પહોંચી ગયા હતા. આ બનાવ અંગે પ્રનગર પોલીસના કોન્સ. રિયાઝભાઇ એ માજીદ ભાણુ તથા તેના ૧ર સાગરીતો સામે ફરજમાં રૂકાવટ, તોડફોડ તથા હુમલો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:29 PM IST)










