News of Tuesday, 4th February 2025
વેરા વિભાગ દ્વારા વધુ પાંચ મિલ્કતને તાળાઃ રૂા. ૩૦.પપ લાખની વસુલાત
મનપા દ્વારા ૧પ૦ ફુટ રીંગ રોડ, પેડક રોડ, પંચનાથ પ્લોટ, સોની બજાર, ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં કાર્યવાહી

રાજકોટ તા. ૪: મનપાના વેરાવિભાગ દ્વારા આજે રિકવરી ઝુંબેશ અંતર્ગત વધુ પાંચ મિલ્કત સીલ કરી ૬ ને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ ઉપર રૂા. ૩૦.૫૫ લાખની બાકી વેરાની વસુલાત કરી હતી.
આજે ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ. ૫૨,૧૩૫, પેડક રોડ પર આવેલ ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ. ૨૫,૦૦૦/- નો ચેક આપેલ, પેડક રોડ પર આવેલ ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૨૭,૫૦૦/- નો ચેક આપેલ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ માં આવેલ ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૩.૬૦ લાખનો ચેક આપેલ, સોની બજારમાં આવેલ ક્રિ‘ા ચેમ્બર્સ સેક્ધડ ફ્લોર શોપ નં-૨૧૫ ને સીલ મારેલ, સોની બજારમાં આવેલ'જે.પી .ટાવર-બી'થર્ડ ફ્લોર શોપ નં-૪૫ ને સીલ મારેલ, સોની બજારમાં આવેલ'જે.પી .ટાવર-બી'થર્ડ ફ્લોર શોપ નં-૪૬ ને સીલ મારેલ, સોની બજારમાં આવેલ'જે.પી .ટાવર-બી' ૪-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૨.૫૮ લાખ, પંચનાથ પ્લોટમાં આવેલ ૧.-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ. ૯.૧૯ લાખની કરી હતી
વેરા વિભાગ દ્વારા આજે સોની બજારમાં આવેલ'જે.પી .ટાવર-બી'સેક્ધડ ફ્લોર શોપ નં-૪૩ ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ. ૫૫,૭૬૧, મણીનગર મેઇન રોડ પર આવેલ ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ. ૧.૦૦ લાખ, ગોંડલ રોડ પર આવેલ ૧-યુનિટની નોટીસ સામે ચેક આપેલ, ગોંડલ રોડ પર આવેલ ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ. ૨.૧૫ લાખ, ૮૦ ફૂટ રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતાં ચેક આપેલ, સહજાનંદ ઓદ્યોગીક વિસ્તારમાં ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ. ૪૬,૦૦૦, ૮૦ ફૂટ રોડ પર આવેલ નેહરૂ નગરમાં ૨-યુનિટને સીલ મારેલ, ઢેબર રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ. ૭૭,૦૦૦ ચેક આપેલ, કોઠારીયા રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી ૬૩,૯૩૫ નો ચેક આપેલ હતો.
આ કામગીરી નાયબ કમિ‘ર સી.કે.નંદાણી તથા આસી.કમિ‘ર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરશ્રીઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે.
(3:38 PM IST)










