News of Tuesday, 4th February 2025
ગોંડલ ચોકડી પાસે કારમાં ચોરખાનુ બનાવી સંતાડેલો રૂા. ૬૦ હજારના દારૂ સાથે નીરવ મોટેરીયા પકડાયો
પીસીબીના એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, કોન્સ. નગીનભાઇ ડાંગર અને હિરેનભાઇ સોલંકીની બાતમીઃ બ્રેઝા કાર અને દારૂનો જથ્થો મળી રૂા. પ.પ૯ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ તા. ૪: શહેરના ગોંડલ રોડ ચોકડી પાસે પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી બ્રેઝા કારમાં ચોરખાનુ બનાવી સંતાડેલો રૂા. ૬૦ હજારના વિદેશી દારૂ સાથે એક શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ ગોંડલ રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર પસાર થવાની હોવાની પીસીબીના એ.એસ.આઇ., મયુરભાઇ પાલરીયા, કોન્સ. નગીનભાઇ ડાંગર તથા હિરેનભાઇ સોલંકીને બાતમી મળતા પી.એસ.આઇ. એમ. જે. હુણ તથા પી. બી. ત્રાજીયા સહિતના સ્ટાફે ગોંડલ રોડ પર વોચમાં હતા ત્યારે ત્યાંથી પસાર થતી જી.જે. ર૭ બી.એલ.-પ૧૧૭ નંબરની બ્રેઝા કારને શંકાના આધારે રોકી તલાશી લેતા કારમાં ચોરખાનુ બનાવી તેમાં સંતાડેલ રૂા. પ૯,૭૦૦ની કિંમતની વિદેશી દારૂની ૧૮૦ એમ.એલ.ની રપ૮ પ્લાસ્ટીકની બોટલ મળી આવતા પોલીસે કાર ચાલક નીરવ કિશોરભાઇ મોટેરીયા (ઉ.વ. ર૭) (રહે. સુખસાગર સોસાયટી શેરી નં. ૧ ૧પ૦ ફુટ રોડ) ને પકડી લઇ દારૂ તથા કાર મળી રૂા. પ,પ૯,૭૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કામગીરી ઇન્ચાર્જ પી.આઇ. એમ. આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ. જે. હુણ, પી. બી. ત્રાજીયા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, હેડ કોન્સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, ઘનશ્યામસિંહ ચૌહાણ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદિપસિંહ જાડેજા, રાહુલગીરી ગૌસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા, કોન્સ. યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.
(3:39 PM IST)










