<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

રીક્ષામાં ભૂલી ગયેલ અઢી તોલા સોનાની બેગ માલવીયાનગર પોલીસે વૃધ્‍ધાને પરત અપાવી

 

રાજકોટ : ઉતરાયણ પર્વ પર જયાબેન દામજીભાઇ મુંગરા (ઉ.વ.૬૬), (રહે. બ્‍લોક નં સી/૨૩, અભીરામ પાર્ક શેરી નં ૦૩, ફીલ્‍ડ માર્શલ વાડી પાસે, રામપાર્ક સામે, જુનો મોરબી રોડ) ધર્મેન્‍દ્ર રોડ ખાતે ખરીદી કરીને ત્રીકોણબાગ ખાતેથી એક ઓટો રીક્ષામા બેસેલ હોય અને તે રીક્ષામા પોતાનુ બેગ રાખેલ હોય અને પોતાના દીકરાના ઘરે અક્ષર વાટીકા ૪૦ નો રોડ એસ.કે પી સ્‍કુલની બાજુમા જતા હોય અને ઓમનગર સર્કલ પાસે રીક્ષામાંથી ઉતર્યા હતાં.ઉતાવળમા રીક્ષામા પોતાનુ બેગ ભુલી ગયેલ હોય અને બાદમા માલવીયાનગર પોલીસ સ્‍ટેશન ખાતે આવીને આ બાબતે જાણ કરી હતી. પીઆઇ જે.આર.દેસાઇના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.એસ.ગજેરા તથા સ્‍ટાફની અલગ અલગ ટીમો બનાવી ત્રીકોણબાગથી બસ સ્‍ટેન્‍ડ, મક્કમ ચોક, શ્રી વિવેકાનંદ બ્રીજ, આનંદ બંગ્‍લા ચોક, મવડી ચોકડી, ઓમનગર સર્કલ ખાતેના તમામ સી.સી.ટી.વી. કેમેરાઓ ચેક કરી તલસ્‍પર્શી તપાસ કરતા વળધ્‍ધ મહીલા જે રીક્ષામા બેસેલ હોય તે રીક્ષાની તપાસમા હતા.દરમિયાન હેડ.કોન્‍સ જયદેવસિંહ પરમાર તથા કોન્‍સ. મનીષભાઇ સોઢીયા, ચીત્રકેતુસિંહ ઝાલાને મળેલી માહીતીના આધારે વળધ્‍ધા  મહીલા જે રીક્ષામા બેસેલ હોય તે રીક્ષા ચાલકને શોધી કાઢી તેને પુછતા બેગ પોતાની પાસે રાખી હોવાની જણાવ્‍યું હતું. જેથી પોલીસે તમામ દાગીનાની અંદાજી કી.રૂ. ૨,૦૦,૦૦૦ તથા રોકડ રૂ.૭,૫૦૦ તથા એક મોબાઇલ ફોન તથા દવાઓ અને કપડાઓ ભરેલ બેગ મેળવી અરજદારને પોલીસ સ્‍ટેશન ખાતે બોલાવી દાગીનાની ખરાઇ કરી તેઓને સોંપી આપી હતી. આ કામગીરી પી.આઇ. જે.આર. દેસાઇ તથા પી.એસ.આઇ. ડી.એસ. ગજેરા, હેડ કોન્‍સ. જયદેવસિંહ પરમાર, દિનેશભાઇ બગડા, કોન્‍સ. મનીષભાઇ સોઢીયા, ભાવેશભાઇ ગઢવી, જયદીપસિંહ ભટ્ટી, ચીત્રકેતુસિંહ ઝાલા, અમરદિપસિંહ દ્વારા કરવામાં આવી હતી

(3:44 PM IST)