News of Tuesday, 4th February 2025
ઝુડીઓમાં માલનું કન્ટેનર ખાલી કરવા આવેલા રાજસ્થાનના આધેડનું હાર્ટએટેકથી મોત
મવડીમાં ચાલુ સ્કુટરે ચક્કર આવતા મહિલા બેભાન થઇ પડી જતા મોત

રાજકોટ તા.૪: શહેરમાં હાર્ટ એટેકથી મળત્યુનો સિલસિલો યથાવત રહ્યો છે, વધુ એક આધેડ અને મહિલાનું હ્દય બંધ પડી જતા મોત નીપજ્યું છે, કુવાડવા રોડ ઉપર ઝૂડીઓ શો રૂમમાં માલનું કન્ટેનર ખાલી કરવા આવેલા આધેડ બાથરૂમમાં ન્હાવા જતા બેભાન થઇ જતા દમ તોડ્યો હતો જયારે મવડીમાં ૩૬ વર્ષિય મહિલા સ્કૂટર લઇ જતા હતા ત્યારે ચક્કર આવતા પડી જતા બેભાન હાલતમાં જ મુત્યુ થયું હતું.
પ્રાપ્ત વિગત મુજબ રાજેસ્થાનના રહેવાસી અને ડ્રાઇવિંગ કામ કરતા મહિપાલ કાલુરામ જાટ (ઉ.વ.૫૬) નામના આધેડ ગઈકાલે કુવાડવા રોડ ઉપર આવેલા સુલભ શૌચાલયમાં ન્હાવા માટે ગયા હતા ત્યારે બાથરૂમમાં જ બેભાન થઈ જતા લોકો ભેગા થઇ ગયા હતા અને કોઈએ ૧૦૮ને જાણ કરતા ૧૦૮ના ઇએમટીએ જોઈ તપાસી મળત જાહેર કરી પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી મળતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલએ ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી. આધેડ કન્ટેનર લઇ ઝૂડીઓમાં માલ આપવા માટે આવ્યા હતા અને નજીક સુલભ શૌચાલયમાં ન્હાવા જતા એટેક આવી ગયાનું જાણવા મળ્યું છે.
જયારે બીજા બનાવમાં મવડીમાં કાવેરી પાર્ક-૨માં રહેતા રમીલાબેન લાલજીભાઈ ભાદાણી (ઉ.વ.૩૬) નામના મહિલા આજે સવારે ઘરેથી કોઈ ચીજવસ્તુ લેવા સ્કૂટર લઈને નીકળ્યા હતા ત્યારે ઘરથી થોડે દૂર પહોંચતા અચાનક ચક્કર આવી સ્કૂટર સહીત પટકાતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબી જોઈ તપાસી મળત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મળતકના પતિ ગોંડલ ચોકડી પાસે કારખાનું ધરાવે છે અને સંતાનમાં એક દીકરી છે. પતિ લાલજીભાઈના કહેવા મુજબ પત્નીને સાતેક વર્ષ થી હૃદયની તકલીફ હતી અને તેની દવા પણ ચાલુ હતી. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના તૌફીકભાઈ જુણાચે તાલુકા પોલીસને કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
(3:47 PM IST)










