<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

કેન્‍સર જાગૃતિ કાર્યક્રમઃ વિદ્યાર્થીઓ દ્વારા લોકોને વ્‍યસનથી દૂર રહેવા અપીલ

રાજકોટઃ વર્લ્‍ડ કેન્‍સર ડે નિમિત્તે કુંડારિયા કેન્‍સર પ્રિવેન્‍શન ફાઉન્‍ડેશન - ડિવિઝન ઓફ રાજકોટ કેન્‍સર સોસાયટી દ્વારા ડિપાર્ટમેન્‍ટ ઓફ ફાર્મસી, સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીનાં સહયોગથી રેસ કૉર્સ ખાતે કેન્‍સર જાગળતિ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્‍યું હતુ. આ કાર્યક્રમમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીનાં વિદ્યાર્થીઓએ નાટક દ્વારા લોકોને વ્‍યસનથી દુર રહેવા અપીલ કરી હતી. જ્‍યારે કુંડારીયા કેન્‍સર પ્રિવેન્‍શન ફાઉન્‍ડેશન - ડિવિઝન ઓફ રાજકોટ કેન્‍સર સોસાયટી દ્વારા એચ.પી. વી. વાયરસની રસી અપાવી કેન્‍સરથી બચવાનો સંદેશ આપવામાં આવ્‍યો હતો.  આ કાર્યક્રમમાં બી.ટી. સવાણી કિડની હોસ્‍પિટલ દ્વારા બધાનું હિમોગ્‍લોબીન, બીપી, સુગર ની તપાસ વિનામુલ્‍યે કરી આપવામાં આવી હતી.તેમ યાદીમાં જણાવાયું છે.(૩૮.૫)

(10:23 AM IST)