<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

વાવડી પુનિતનગર પાસે શિતલ પાર્કના સંજય ભોજીયાને મિત્ર ગોપીએ છરી ઝીંકી

ઉછીના આપેલા પાંચ હજારની ઉઘરાણી કરવા જતાં ડખ્‍ખો

રાજકોટ તા. ૫: દોઢસો રીંગ રોડ પર શિતલ પાર્ક પાસે ભાડાની ઓરડીમાં રહેતાં અને છુટક મજૂરી કરતાં સંજય રામસિંગભાઇ ભોજીયા (ઉ.વ.૩૧)ને રાતે દસેક વાગ્‍યે ગોંડલ રોડ પુનિતનગર વાવડીના રસ્‍તે ઇંડાની લારી નજીક તેના જ મિત્ર ગોપી દેવીપૂજકે છરીથી હુમલો કરી ઇજા પહોંચાડતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો.

સંજયના કહેવા મુજબ થોડા સમય પહેલા મિત્ર ગોપીને પૈસાની જરૂર હોઇ પાંચ હજાર ઉછીના આપ્‍યા હતાં. હવે પોતાને પૈસાની જરૂર હોઇ વાવડી તેના ઘર નજીક તે ગયો હતો અને પૈસાની ઉઘરાણી કરી હતી ત્‍યારે ગોપીએ ઝઘડો કરી હુમલો કર્યો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, અશ્નિવભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ જાણ કરતાં તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.

(11:03 AM IST)