<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

ક્રિપ્‍ટોના નામે બેંક કર્મિ સહિતની સાથે પાંચ કરોડની ઠગાઇ

એમઆઇઇ-સીએવીએડીએના નામે કરણસિંહજી રોડ પર ઓફિસ ખોલી ૫૦ મહિનાના રોકાણ પર ૬ ટકા વળતરની લાલચ આપી અનેકને ફસાવાયા :રેલનગરમાં રહેતાં વિજય વાછાણી સહિતના ભોગ બન્‍યાઃ કંપનીના ફાઉન્‍ડર મિલન ચાવડા અને નાણા ઉઘરાવનારા ઇરફાન પઠાણ વિરૂધ્‍ધ પોલીસ કમિશનરે લેખિત ફરિયાદઃ શરૂઆતમાં રોકાણ કરનારને ગોવાની ટૂરના નામે સ્‍કીમમાં ચારેક મહિના વળતર અપાયું પછી છેતરપીંડી શરૂ થયાનો આરોપ

રાજકોટ તા. ૫: શહેરમાં એક તરફ નક્‍લી ક્રિપ્‍ટો કોઇન બનાવી તેર લાખની ઠગાઇનો ગુનો તાલુકા પોલીસમાં નોંધાયો છે ત્‍યાં વધુ એક ફરિયાદ પોલીસ સુધી પહોંચી છે. જેમાં રેલનગરમાં ઓફિસ ધરાવતાં બેંક કર્મચારી સહિતના અનેક લોકો સાથે બીટ કોઇનના નામે પાંચેક કરોડથી વધુની ઠગાઇ થઇ છે. કરણસિંહજી રોડ પર ઓફિસ ખોલી એમઇઆઇ-સીએવીએડીએ ક્રિપ્‍ટો ટોકનમાં રોકાણ કરવાથી દર મહિને ૬ ટકા વળતરની લાલચ આપી પાંચ કરોડની ઠગાઇ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

આ બારામાં રાજકોટમાં રહેતાં વિજયભાઇ મનહરલાલ વાછાણીએ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી કરણસિંહજી રોડ પર કેશુભાઇની હોસ્‍પિટલ પાસે એમઆઇઇ ટેક્‍નોલોજી એલએલપી નામે કંપની ચલાવતાં મિલન ધનજીભાઇ ચાવડા અને તેના ભાગીદાર ઇરફાન ઉમરાખાન પઠાણ વિરૂધ્‍ધ પાંચ કરોડની ઠગાઇનો ગુનો દાખલ કરવા માંગણી કરી છે. આ બંનેએ ક્રિપ્‍ટો પ્રોજેક્‍ટમાં ૫૦ મહિના માટે નાણાનું રોકાણ કરવાથી દર મહિને ૬ ટકા વળતરની લાલચ આપી   એમઆઇઇ (મેટાબ્‍લોક ઇન્‍ટરચેઇન ઇવોલ્‍યુશન) નામે ક્રિપ્‍ટો ટોકન બહાર પાડી ઠગાઇ કર્યાનો આરોપ મુકાયો છે.

ભોગ બનેલા વિજયભાઇ વાછાણીએ પોતાની ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું બેન્‍ક ડીએસએ લોન નું કામ કરતો હોવાથી મિલન ધનજીભાઇ ચાવડાને મોર્ગેજ લોન આપવાની હોઇ તેથી તા. ૦૫/૧૦/૨૧ના રોજ તેના સંપર્કમાં આવેલ ત્‍યારબાદ મારે લોન ડોકયુમેંટ્‍સ લેવા જતાં તથા મિલન ધનજીભાઇ ચાવડા મારી ઓફિસે ડોકયુર્મેટ્‍સ આપવા આવતાં અમે બંને અવાર નવાર એક બીજાના સંપકમાં આવ્‍યા હતાંઉ ત્‍યારે  મિલન ચાવડાએ તેના ક્રિપ્‍ટોનો પ્‍લાન મને સમજાવતા હું તેના પ્રોજેકટમાં માર્ચ ૨૦૨૩થી જોડાયા પછી મે મારા નજીકના કુટુંબી લોકો તથા વેપારી મિત્રો તથા હું જે તે બેન્‍કમાં કામ કરતો તેવા અધિકારીઓ પાસેથી રકમ રૂપિયા ૭૨ લાખ લઇ મેં રોકાણ કરાવ્‍યું છે. મારા સિવાયના બીજા ફરિયાદી દ્વારા પણ ટોટલ રકમ રૂપિયા પાંચ કરોડ નું રોકાણ કરાવેલ છે જેની વિગત નીચે મુજબ છે.

તારીખ ૨૯/૦૬/૨૦૨૧થી ચાલતી કંપની MIE  TECHNOLOGY  LLPના માલિક મિલન ધનજીભાઇ ચાવડા અને તેના પાર્ટનર ઇરફાન ઉમરાખાન પઠાણે રાજકોટ તથા નજીકના શહેરમાથી ૫૦ મહિના માટે દર મહિને ૬ ટકા રકમના વળતરની લાલચ આપી ટોટલ રૂપિયા ૫ કરોડની MIE (METABLOCK  INTERCHAIN  EVOLUATION) નામ થી ક્રિપ્‍ટો ટોકન બહાર પાડી છેતરપિંડી કરેલ છે. રોકાણ કરેલા રૂપિયા ત્રણ ગણા થઈ જશે તેવા વાયદા કરીને ચિટિંગ કરેલ છે. કંપનીએ ગોવા ટૂરની ઓફર બહાર પાડી ૬ ટકા ૨કમના વળતરની સ્‍કીમમાં આરંભે ૪ થી ૫ મહિના વળતર આપી ગોવાની ટૂર  કરાવીને ત્‍યાં સેમિનાર કરી બધાને વિશ્વાસમાં લીધા હતાં. ત્‍યાર પછી કેરલા ટુરની ઓફર બહાર પાડીને આ સિવાયની વધારાની રકમની પણ છેતરપિંડી કરી હતી.

ફરિયાદમાં આગળ જણાવાયું છે કે કેરલાની ટૂરનું બજેટ માર્કેટિંગ માટે વાપરવામાં આવશે જેથી કંપનીનો અને ટોકનનો ગ્રોથ થાય એવું કહીને અને કેરલાની ટૂર કરાવેલ નથી. ત્‍યાર બાદ એમઆઇનો ૫૦ મહિનાનો પ્‍લાન તત્‍કાલીક ધોરણે બંધ કરી દીધો હતો. ત્‍યાર બાદ CAVADA નામ રાખીને જૂનો પ્‍લાન બંધ કરીને ફરી એકવાર રોકાણ કરેલા રૂપિયા ૬ ગણા થઈ જશે તેવા વાયદા સાથે MIEમાથી CAVADAના નામે ટોકન ટ્રાન્‍સફર કરવાના નામે CAVADA ક્રિપ્‍ટો ટોકન રૂપિયા ૪.૧૦માં ટ્રાન્‍સફર કરી આપેલ, MEXC એક્‍સચેંજ માં રૂપિયા ૨૭ના ભાવથી લિસ્‍ટિંગ કરવામાં આવશે તેવા વાયદા સાથે CAVADA ટોકન TRON LINK PRO નામની એપ્‍લીકેશન માં ટોકન ટ્રાન્‍સફર કરી આપેલ પરંતુ જ્‍યારે ટોકન તારીખ ૨૩/૦૨/૨૦૨૪ના રોજ MEXC એક્‍સચેંજમાં લિસ્‍ટિંગ થયો ત્‍યારે TRON બ્‍લોકચેઇન કંપનીએ તેમાં ચાલુ ના કરવાથી કોઈ પણ રોકાણકારોએ તેમના ટોકન વેચાણ ના કરી શકે તેવી નીતિથી જાણી જોઈએ ને આ રીતનું પ્‍લાનિંગ કરેલ અને ટોકન ના વેચી શકાય તેવા ભાવથી લિસ્‍ટિંગ કરેલ જેનો ભાવ ૩ રૂપિયા આસપાસ થી લિસ્‍ટિંગ કરીને ફક્‍ત ૧ મિનિટ ની અંદર ૯૦ ટકા સુધી ડાઉન કરીને ૧૫ દિવસમાં ટોકનનો ભાવ ખાલી ૦.૦૫ પૈસા સુધી ડાઉન કરી નાખ્‍યા જેનો ચોખો મતલબ એ થાય કે કંપનીના પ્રમોટર ત્‍યાં રોજ ૧૫ દિવસ સુધી માલ વેચીને ટોકનનો ભાવ ઝીરો કરી ગયા કારણ કે TRON બ્‍લોકચેઇન ૧૫ દીવસ પછી ચાલુ કરવાનું કંપનીએ જાણ કરેલ પરંતુ ૧૫ દિવસ પછી કોઈ પણ રોકાણકારોએ તેમના ટોકન વેચાણ ના કરી શકયા.

 ત્‍યાર બાદ અમુક મહિના પછી MEXC એક્‍સચેંજ માં ટોકન ડી-લિસ્‍ટિંગ કરાવેલ ત્‍યાર બાદ બધા રોકાણકારોએ મુળી પરત માગતા કહેલ હોય કે મુળી પરત કરો અથવા બધા લોકો કાયદેસરની કાર્યવાહી કરશે તેવી કંપનીને જાણ કરતાં ફરી એકવાર કંપનીએ CAVADAX નામથી પોતાનું કંપનીનું એક્‍સચેંજ છે આવું કહીને ટોકન ત્‍યાં વેચાણ થઈ જશે. તેની ગેરેન્‍ટી આપીને CAVADAX એક્‍સચેંજ ચાલુ કરેલ પરંતુ ત્‍યાં પણ છેલ્લા ૬ મહિનાથી ટોકન વેચાણ થયેલ નથી, ત્‍યાર બાદ કંપનીના માલિકોએ રૂપિયા પરત આપવાની વાત કરેલ તેમાં પણ કંપનીએ વધુ સમય લેતા એટ્‍લે કે ૨૩/૦૨/૨૦૨૪ લિસ્‍ટિંગની તારીખ થી આજ રોજ સુધી રૂપિયા પરત ના કરતાં દરેક રોકાણકારોએ ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવાનું નક્કી કરતાં અમે ભોગ બનનારાઓએ હાલ ફરિયાદ અરજી કરી છે.

અરજી ફરિયાદમાં આગળ જણાવાયું છે કે જે કોઈ લોકો પાસે રૂપિયાની સગવડતા ના હોય તેવા લોકોને ઇરફાન ઉમરાખાન પઠાણ રાજકોટ ની ઓફિસમાં પ્‍લાન આ રીતે ઉદાહરણ આપીને સમજાવતા કે તમે ૫ લાખ રૂપિયાની લોન ૪૮ મહિના માટે લેશો તો હપ્‍તો ૧૫૦૦૦/- આસપાસ આવશે અને કંપની તમને ૫ લાખના ૬ ટકા એટ્‍લે કે દર મહિને ૩૦૦૦૦/- રૂપિયા આપશે.  તો તમને બેન્‍કના રૂપિયા એટલે કે લોનના રૂપિયા ૧૫૦૦૦ હપ્‍તો ભર્યા પછી પણ ૧૫૦૦૦નો ચોખો ફાયદો થશે એટલે કે તમારે તમારી કેપિટલનું તો કઈ રોકાણ છે નહીં, જે રોકાણ છે તે તો લોનનું જ છે એટ્‍લે માણસોએ લોન અને વ્‍યાજના રૂપિયા લઈને રોકાણ કર્યા બાદ કંપનીએ તાત્‍કાલિક ધોરણે પ્‍લાન બંધ કર્યા પછી રોકાણ કારોને આજની તારીખ સુધી હપ્‍તા અને વ્‍યાજ ઘરમાથી ભરવું પડે છે.

આ મામલે તાકીદે કાર્યવાહી કરાવી રોકાણકારોના રૂપિયા પરત મળે એવી તપાસ કરાવવા, કાર્યવાહી કરાવવા અમારી માંગણી છે. તેમ વધુમાં ફરિયાદમાં જણાવાયુ઼ છે. આ અંગે ગૃહમંત્રી, રાજ્‍યના પોલીસ વડાને પણ ફરિયાદ મોકલવામાં આવી છે.   જે લોકો છેતરાયા છે તેમાં વિજય વાછાણી અને તેના ગ્રુપના મિત્રોના ૭૨ લાખ, શાહભાઇના ૭૨ લાખ, પૂજારાભાઇના ૩૨ લાખ, ઝુબેરભાઇના ૮૦ લાખ, ઉવેશભાઇના ૪૦ લાખ, રાંકભાઇના દસ લાખ, નિરવભાઇના એક લાખ, કલ્‍પેશભાઇના પચાસ હજાર સહિતની રકમો ફ્રોડમાં ગઇ છે. તેમ વધુમાં જણાવાયું છે. હાલ તા. ૪/૨/૨૫ના રોજ પોલીસ કમિશનર કચેરી અરજી શાખામાં અરજી ઇન્‍વર્ડ થઇ છે. તપાસ હવે પછી શરૂ થશે.

(2:32 PM IST)