News of Wednesday, 5th February 2025
સગીરે પિતાની પ્રેમીકાને તળાવમાં નાખી મોતને ઘાટ ઉતારી દીધી
ગોંડલ વેરી તળાવમાંથી મળેલ અજાણીસ્ત્રીની લાશની ઓળખ મેળવી ખૂનના ગુન્હાનો ભેદ ઉકેલતી રૂરલ ક્રાઇમ બ્રાંચઃ સગીર પુત્ર પોલીસના સકંજામાં હત્યાનો ભોગ બનનાર દિપાબેન સોલંકી છેલ્લા બે વર્ષથી હબીબશા શાહમદાર સાથે રહેતી હોય તે સગીર પુત્રને ન ગમતા પતાવી દિધાની કબુલાતઃ મૃતક દિપાબેન આઠ વર્ષ પૂર્વે રાજકોટના જગદીશભાઇ સોલંકી સાથે રહેતી હતી અને બાદમાં અણબનાવ બનતા ગોંડલના હબીબશા સાથે રહેતી'તી

રાજકોટ, તા., પઃ ગોંડલના વેરી તળાવમાંથી ૪ દિ' પુર્વે મળેલ અજાણી મહિલાની રૂરલ ક્રાઇમ બ્રાન્ચે ઓળખ મેળવી તપાસ કરતા આ મહિલાની હત્યા થયાનું અને આ મહિલાના પ્રેમીના સગીર પુત્રએ જ તળાવમાં નાખી મોતને ઘાટ ઉતાર્યાનું ખુલતા ચકચાર જાગી છે. પોલીસે મહિલાની હત્યા કરનાર પ્રેમીના સગીર પુત્રને સકંજામાં લઇ લીધો છે.
ગઇ તા.૩૧/૦૧/૨૦૯૫ ના રોજ ગોંડલ વેરીતળાવની પાણીની ટાંકી માંથી અજાણીસ્ત્રીની લાશ મળી આવેલ હતી. જે સબંધે ગોંડલ સીટી બી ડીવી પો.સ્ટે. માં અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ. જે લાશ વણઓળખાયેલ હોય જેથી બનાવની ગંભીરતા ધ્યાને લઇ, તમા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહવાળ નાઓએ સદરહુ વણઓળખાયેલ લાશની ઓળખ મેળવવા અને કોઇ ગુનાહીત કળત્ય બનતુ હોય તો તે સબંધે ઉંડાણપુર્વક તપાસ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઈન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા નીઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના પો.સબ.ઇન્સ. શ્રી એચ.સી.ગોહિલ તથા સ્ટાફના માણસો આ વણઓળખાયેલ લાશની ઓળખ મેળવવા સબંધી તપાસમાં હતા.
દરમ્યાન એલ.સી.બી. શાખાના પો.હેડ કોન્સ અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઇ આલ તથા પો.કોન્સ. મહિપાલસિંહ ચુડાસમા નાઓને સંયુકત રીતે હકિકત મળેલ કે, ગોંડલ વેરીતળાવ ની પાણીની ટાંકી માંથી અજાણીસ્ત્રીની લાશ મળી આવેલ હોય તે લાશ હબીબશા હુશેનશા શાહમદાર રહે.ગોંડલ વાળા સાથે તેની પત્ની તરીકે રહેતી દિપાબેન દેવીપુજક ની હોય અને આ દિપાબેન દેવીપુજકને હબીબશા શાહમદારના સગીરવયના પુત્ર એ વેરીતળાવના પાણીમાં નાંખી તેનુ મોત નિપજાવેલ છે તેવી હકિકત મળતા જે આધારે હબીબશા હુશેનશા શાહમદાર જાતે.ફકીર ઉ.વ.૪૫ ધંધો.કલરકામ તથા રીક્ષા ડ્રાઇવીંગ રહે. હાલ. ગોંડલ, ભગવતપરા, કંટોલીયા રોડ, નદીના કાંઠે, તા.ગોંડલ, તથા રાજકોટ, રૈયા ચોકડી પાસે, મુળ. નિકાવા ગામ, તા.કાલાવડ, જી.જામનગર તથા તેના સગીરવયના પુત્ર નાઓને પુછપરછ માટે બોલાવી તેઓની પુછપરછ કરતા હબીબશા હુશેનશા શાહમદાર નાઓ સાથે દિપાબેન દેવીપુજક ઉ.વ. આશરે ૩૦ વાળી છેલ્લા બેક વર્ષથી તેની પત્ની તરીકે સાથે રહેતી હોય જે તેના સગીરવયના પુત્રને ગમતુ ન હોય જેથી આજથી પંદરેક દિવસ પહેલા હબીબશા શાહમદારના સગીરવયના પુત્રએ દિપાબેન દેવીપુજક ઉ.વ.૩૦ વાળીને પોતાના એકટીવા મોટર સાયકલમાં બેસાડી ગોંડલ વેરીતળાવ ખાતે લઇ જઇ ત્યાં તેની સાથે બોલાચાલી થતા મરણ જનાર દિપાબેનન દેવીપુજકને પાટુ મારી વેરીતળાવના પાણીમા નાખી દઇ તેનુ મોત નિપજાવેલ હોવાની કબુલાત આપેલ છે. અને આ વણઓળખાયેલ લાશની ઓળખ મેળવી આરોપી વિરૂધ્ધ ગોંડલ સીટી બી ડીવી પો.સ્ટે. કલમ- ૧૦૩(૧) મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી આરોપી સગીરવયનો હોય જેથી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સારૂ ગોંડલ સીટી બી ડીવી પો.સ્ટે. ખાતે સોંપી આપેલ છે.
પોલીસના જણાવ્યા મુજબ મરણ જનાર દિપાબેન ડો.ઓ. જેન્તીભાઈ જીવાભાઇ સોલંકી જાતે.દેવીપુજક ઉ.વ.૫ રહે. બગસરા જેતપુર રોડ જી.અમરેલી વાળી આઠેક વર્ષ પહેલ જગદીશભાઇ સોલંકી રહે. ભગવતીપરા રાજકોટ વાળા સાથે ભાગીને જતી રહેલ હોય બાદ જગદીશભાઇ સોલંકી સાથે તેને અણબનાવ બનતા આ દિપાબેન છેલ્લા બેક વર્ષથી હબીબશા હુશેનશા શાહમદાર સાથે તેની પત્ની તરીકે રહેતી હતી અને હબીબશા શાહમદારને પણ તેની પત્ની રૂકશાનાબેન સાથે છેલ્લા પંદરેક વર્ષથી બનતુ ન હોય અને તેની પત્ની રૂકશાનાબેન તેના ત્રણ સંતાનો સાથે હબીબશા શાહમદાર થી અલગ રહેતી હોય અને આ દરમ્યાન હબીબશા અને દિપાબેન બન્ને વચ્ચે પ્રેમસબંધ હોવાની જાણ હબીબશા શાહમદાર ના સગીરવયના પુત્રને થઇ જતા તેને તેઓ બન્ને વચ્ચે રહેલ સબંધો ગમતા ન હોય જેથી આજથી પંદરેક દિવસ પહેલા હબીબશા શાહમદારના સગીરવયના પુત્રએ દિપાબેનને પોતાના એકટીવા મોટર સાયકલમાં બેસાડી ગોંડલ વેરીતળાવ ખાતે લઇ જઇ ત્યાં તેની સાથે બોલાચાલી થતા મરણ જનાર દિપાબેન ને પાટુ મારી વેરીતળાવના પાણીમા નાખી દઇ મોતને ઘાટ ઉતારી દીધી હતી.
આ કાર્યવાહીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહીલ તથા એ.એસ.આઇ. બાલકળષ્ણભાઇ ત્રીવેદી, અમિતસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતી, વાઘાભાઇ આલ, ભગીરથસિંહ જાડેજા, રસીકભાઇ જમોડ, ધર્મેશભાઇ બાવળીયા, ઘનશ્યામસિંહ જાડેજા તથા પો.કોન્સ. મહીપાલસિંહ ચુડાસમા, ભાવેશભાઇ મકવાણા, વિરમભાઇ સમેચા વિગેરે સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.
(2:33 PM IST)










