<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

ગુંદાવાડીમાં પાણીપુરી ખાવા ગયેલા કવિતાબેનનો મોબાઇલ ચોરાયો

યુવતીએ જાણ કરતા ભકિતનગર પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથધરી

રાજકોટ તા. ૫: ગુંદાવાડી મેઇન રોડ પર પાણીપુરી ખાવામાટે ગયેલી યુવતીના પર્સમાંથી કોઇ અજાણ્‍યો શખ્‍સ રૂા.૧૭ હજાર ની કિંમતનો મોબાઇલ ફોન ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જામનગર રોડ પર સરકારી પ્રેસકોલોનીમાં રહેતા અને સરકારી પ્રેસમાં કલાર્ક તરીકે ફરજબજાવતા કવીતાબેન નાગાજણભાઇ જાડેજા (ઉ.૨૯) એ ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્‍યા મુજબ કવીતાબેન સરકારી પ્રેસમાં કલાર્ક તરીકે ફરજબજાવે છે. ત્રણ દિવસ પહેલા ગુંદાવાડી બજારમાં ખરીદી કરવા ગયા હતા.બાદ મેઇન રોડ પર પાણીપુરી ખાવા ગયા હતા. બાદ બાજુમાં ઠંડાપીણાની દુકાને કોલ્‍ડ્રીંકસ પીવા જતા તેણે બેગમાં રાખેલ મોબાઇલ કાઢવા જતા બેગમાં મોબાઇલ ન મળતા તુરત જ પાણીપુરીવાળા આસપાસ તપાસ કરતામોબાઇલ મળી ન આવતા કોઇ અજાણ્‍યા શખ્‍સ બેગમાંથી રૂા. ૧૭ હજારની કિંમતનો મોબાઇલ ફોન ચોરી ગયો હોવાની ખબર પડતા કવીતાબેન પોલીસમાં ઓનલાઇન ફરિયાદ કરતા ગઇકાલે ભકિતનગર પોલીસ મથકનાં એ.એસ.આઇ. વાય.સી. જરગેલા એ અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે. 

(2:26 PM IST)