<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

ગીત ગુર્જરી સોસાયટીમાં વરલી ફીચરનો જુગાર રમતો ભંગારનો ધંધાર્થી ફારૂક પકડયો

પીસીબીની ટીમનો દરોડોઃ રોકડ સહિતની મતા કબજે

રાજકોટ તા.પઃ રૈયા રોડ હનુમાન મઢી પાસે ગીતગુર્જરી સોસાયટીમાં પીસીબીની ટીમે દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમતા ભંગારના ધંધાર્થીને પકડી લઇ કાર્યવાહી કરી હતી. મળતી વિગત મુજબ ગીત ગુર્જરી સોસાયટીમાં એક શખ્‍સ જુગાર રમતો હોવાની બાતમી મળતા પીસીબીની ટીમે દરેડો પાડી ગીત ગુર્જરી સોસાયટી મેઇન રોડ ઉપર શીવાનંદ ઉધાનના ગેઇટ પાસે વરલી ફીચરનો જુગાર રમતો ફારૂક ઓસમાણભાઇ ડબ્‍બા  (રહે. નહેરૂનગર  સીટી સેન્‍ટરવાળી શેરી, સુભાષનગરમાં) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

 

(3:50 PM IST)