<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

નિરમા યુનિવર્સિટીએ MINeD ૨૦૨૫ હેકાથોનનું આયોજન કર્યું

 

રાજકોટ નિરમા યુનિવર્સિટીના કોમ્‍પ્‍યુટર સાયન્‍સ એન્‍ડ એન્‍જિનિયરિંગ વિભાગ, સ્‍કૂલ ઓફ ટેકનોલોજી, SUNY BinghamtonUniversity USA ના સહયોગથી તેની એન્‍યુઅલ ઓનલાઈન હેકાથોન, MINeD ૨૦૨૫ ની પાંચમી આવળત્તિનું સફળતાપૂર્વક  આયોજન કરવામાં આવ્‍યું હતું. ૪૮-કલાકની ઈવેન્‍ટમાં સમગ્ર ભારતમાંથી ૧,૫૫૦ થી વધુ પ્રતિભાગીઓએ આકર્ષ્‍યા હતા, જેમણે કોમ્‍પ્‍યુટર વિઝન, નેચરલ લેંગ્‍વેજ પ્રોસેસિંગ, ઈન્‍ડસ્‍ટ્રિયલ મેન્‍યુફેક્‍ચરિંગ, ડેટા સાયન્‍સ અને ગેમ ડેવલપમેન્‍ટ જેવા ડોમેન્‍સમાં તેમની સમસ્‍યાનું નિરાકરણ કરવાની કુશળતા અને ટીમ વર્કનું પ્રદર્શન કર્યું હતું.

હેકાથોનમા INR ૨.૫ લાખના ઇનામો દર્શાવવામાં આવ્‍યા હતા, જે SUNY Binghamton University (USD1,500), Cactus AI સોલ્‍યુશન્‍સ, JK Lakshmi Cement Ltd, Intech Creative Services, AI CityLLP, ક્રેસ્‍ટ ડેટા અને ગ્‍લીચઓવર (INR ૧,૩૦,૦૦) દ્વારા પ્રાયોજિત છે.

ઉદઘાટન સમારોહમાં ડૉ. હિમાંશુ સોની, ડિરેક્‍ટર, સ્‍કૂલ ઑફ ટેકનોલોજી, નિરમા યુનિવર્સિટી; ડૉ. સાંગવોન યૂન, પ્રોફેસર, સ્‍કૂલ ઑફ સિસ્‍ટમ્‍સ સાયન્‍સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રિયલ એન્‍જિનિયરિંગ, SUNY બિંગહામટન યુનિવર્સિટી; ડૉ યોંગ વાંગ, એસોસિયેટ પ્રોફેસર અને એસોસિયેટ સ્‍કૂલ ચેર, સ્‍કૂલઑફ સિસ્‍ટમ્‍સ સાયન્‍સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રિયલ એન્‍જિનિયરિંગ, SUNY બિંગહામટન યુનિવર્સિટી; અને ડૉ. સુદીપ તંવર,પ્રોફેસર અને હેડ, CSE વિભાગ, સ્‍કૂલ ઑફ ટેકનોલોજી, નિરમા યુનિવર્સિટીએ હાજરી આપી હતી

(2:38 PM IST)