News of Wednesday, 5th February 2025
સરગમ કલબ તેમજ એચ.પી. રાજયગુરૂના સયુંકત ઉપક્રમે ત્રિ-દિવસીય જયપુર ફૂટ કેમ્પનો ૮પ દર્દીએ લાભ લીધો

રાજકોટઃ સરગમ ક્લબઅન ેડો. પ્રવિણભાઈ એલ. રાજ્યગુરૂની સ્મળતિમાં સંયુકત ઉપક્રમે જયપુર ફૂટ કેમ્પ યોજાયેલ. જેમાં૮૫ દર્દીઓએ લાભ લીધો કેલીપર્સનાં દર્દી ૪૦ ,(લેગ) પગ નાં દદી ૨૭ અને રીપેરીંગ ૧૮ દર્દી જોડાયેલ ભાજપ અગ્રણી શ્રી ધનસુખભાઇ ભંડેરી ઉપસ્થિત રહેલ. સરગમ કલબના ગુણવંતભાઈ ડેલાવાળા અને એચ.પી.રાજ્યગુરૂનાં હેતલભાઈ રાજ્યગુરૂના જણાવ્યા અનુસાર, કેમ્પમાં વિનામૂલ્યે કળત્રિમ પગ બેસાડવામાં આવે છે. આ કેમ્પને સફળ બનાવવા માટે શ્રી દીપકભાઈ કમાણી, રશ્મિભાઈ કમાણી, કિશોરભાઈ પરમાર, જે.કે. સરાઠે તથા સરગમ કલબના કમિટી મેમ્બર પ્રફુલભાઈ મિરાણી, અનવરભાઈ ઠેબા, કનૈયાલાલ ગજેરા, તેમજ, ભાવનાબેન મહેતા, મધુરીકાબેન જાડેજા, કૈલાશબા વાળા, આશાબેન ભૂછ્ડા, હર્ષાબેન પીઠડીયા, હર્ષાબેન કથ્રેચા, મિતલબેન ચગ, દિવ્યાબેન ઉમરણીયા, નીશાબેન વડગામાએ જહેમત ઉઠાવી હતી. કેમ્પમાં રાજસ્થાનનાં ડોકટરો જગનલાલ ચોધરી, હેમંત શર્મા, તુફાનસિંહ તોમરે સેવા આપેલ આગામી કેમ્પ તા.૧માર્ચના રોજ ૩ દિવસ માટે યોજાશે.
(2:40 PM IST)










