News of Wednesday, 5th February 2025
મનપાના પ્લોટમાં ચિચોડા-ગોલાના ધંધાર્થીઓએ વધુ ભાડુ ચુકવવુ પડશેઃ રોષ
પડયા પર પાટુ મારવા રાજકોટ મ્યુ.કોર્પોરેશન સજ્જ : ટેન્ડરમાં ગાળાની સાઇઝમાં પણ વધારો કરાતા નારાજગીઃ હવે ૧૦×૧૫ના બનાવાશેઃ ભાજપ પ્રમુખ પાસે દોડી જતા સીઝનલ વેપારીઓ

રાજકોટ, તા., ૫ : શહેરમાં સિઝનલ ધંધાની ભારે બોલબાલા છે. જેમાં ઉનાળા દરમિયાન ગોલા અને શેરડીના રસના સ્ટોલ અનેક સ્થળે બનતા હોય છે. જેમાં મહાનગરપાલિકાના ૮ પ્લોટ ઉપર વર્ષોથી નાના ધંધાર્થીઓને ૧૦×૧૦ના ગાળાના રૂા. ૨૫૦ લેખે ભાડેથી જગ્યા ફાળવવામાં આવી છે. આ વર્ષે પણ જગ્યા માટે અનેક લોકોએ અરજી કરી છે. ત્યારે જ અધિકારીઓએ મનઘડત નિર્ણય લઈ ગોલા અને રસના ચિચોડાના ગાળા દોઢા કરી ફિક્સ ભાવના બદલે ફૂટમાં ભાવ કરી ડબલભાવ વધારો કરી નાખતા નાના ધંધાર્થીઓ શહેર ભાજપ પ્રમુખ મુકશભાઈ દોશી પાસે દોડી ગયા હતાં. આથી તેઓએ આ મુદ્દે ઘટતુ કરવાની ખાત્રી આપી હતી.
રસના ચિચોડા, ગોલાના વ્યવસાય તથા અન્ય વ્યવસાય નિમિતે સીઝનલ ધંધા માટે રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના જુદાં-જુદાં કુલ-૦૮ ટી.પી પ્લોટ ખાતે તા.૧૫/ફેબ્રુઆરી થી તા.૧૫ જુન ર૦રપ સુધી જગ્યા ભાડે આપવાની હોવાથી આ કામે વ્યવસાય કરવા ઈચ્છુક વ્યક્તિઓ પાસેથી સીલબંધ કવરમાં ભાવ તા.૧૨ ફેબ્રુઆરી ર૦રપના રોજ સાંજે ૧૮.૦૦ કલાક સુધીમાં મેનેજર, એસ્ટેટ વિભાગ, રૂૂમનં.૧૦, ત્રીજો માળ ખાતે રજીસ્ટર એડી./સ્પીડ પોસ્ટથી પહોંચતા કરવાના રહેશે. વધુ વિગતો પરથી મેળવી શકાશે
મહાનગરપાલિકાની માલીકીના શહેરમાં આવેલા અલગ અલગ આઠ પ્લોટ ઉપર દર વર્ષે ઉનાળાની સિઝનમાં રસના ચીચોડા અને ગોલાના ધંધાર્થીઓને પ્લોટ પર જગ્યા ભાડેથી આપવામાં આવે છે. જેના માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. વર્ષોથી શહેરમાં ગોલા અને રસના ચિચોડા માટે ગાળાનો ભાવ ફિક્સ કરવામાં આવ્ય છે. ૧૦×૧૦ના એક ગાળાના ફિક્સ રૂપિયા ૨૫૦ એટલે કે, બે ગાળાના રૂા. ૫૦૦ લેવામાં આવે છે. પરંતુ એસ્ટેટ અધિકારી નવા આવતા આ સિઝનલ ધંધાર્થીઓના ભાડામાં વધારોઝીંકી દેવામાં આવ્યો છે. જૂના ભાવ ગાળા મુજબ વસુલવામાં આવતા હતાં તેના બદલે હવે દરેક ગાળાના ફૂટ માપી રૂા. ૨.૫૦ ફૂટ દિઠ વસુલવાનું નક્કી કરી આ મુજબનું ટેન્ડર બહાર પાડી દેતા સિઝન નાના ધંધાર્થીઓમાં દેકારો બોલી ગયો છે. અને તેનો વિરોધ કરી શહેરભાજપ ઙ્કમુખ મુકેશભાઈ દોશીને ઉગ્ર રજૂઆત કરી ભાવવધારો પરત ખેંચવની માંગ કરી હતી.
મનપા દ્વારા શહેરની મધ્યમાં આવેલા લગડી જેવાખાલી પ્લોટ ઉપર અનેક લાગવગિયાઓને પોતાના ધંધા માટે મફતમાં લ્હાણી કરી દેવામાં આવતી હોવાની ફરિયાદ ધંધાર્થીઓએ આજે કરી હતી. તેમજ આ પ્લોટ વર્ષ દરમિયાન ખાલી જ રહેતા હોય છે. ત્યારે નાના ધંધાર્થીઓ પાસેથી ફક્ત રૂા. ૫૦૦ વધુ લેવાનું કળત્ય કરવામાં આવ્યા છે. તેમ જણાવ્યું હતું. અગાઉ એક ગાળાના રૂા. ૫૦૦ લેવાતા હતાં જેનું ફૂટમાં માપ થતું ન હતું. પરંતુ જાણકારોના જણાવ્યા મુજબ ૧૦×૧૦નો એક ગાળો રાખવામાં આવતો હોય છે. જેની સામે હવે ૧૫×૧૫નો ગાળો ફિક્સ કરવમાં આવ્ય છે. અને ફૂટના રૂા. ૨.૫૦ નક્કી કરવામાં આવ્યા હોય એક ગાળો રાખે તો પણ ધંધાર્થીને ૫૬૩ રૂપિયા ચુકવવા પડે છે અને નિયમ મુજબ બે ગાળા રાખે ત્યારે ૧૧૨૬ રૂપિયા ભાડુ ચુકવવાનું થાય છે. આથી અચાનક એસ્ટેટના અધિકારીએ સુચવેલા ભાડા વધારાની દરખાસ્તનું ટેન્ડર કરવમાં આવ્યું જેનો ભારે વિરોધ થયો છે.(૪.૨૯)
નાના ધંધાર્થીઓને સહકાર આપોઃ પ્રમુખ
રાજકોટઃ મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા ઉનાળા દરમિયાન મનપાના પ્લોટ ઉપર રસના ચિચોડા અને ગોલાના ધંધાર્થીઓ દ્વારા ભાડેથી જગ્યા લેવામાં આવે છે. જેમાં તોતીંગ વધારો કરી દેવાતા ધંધાર્થીઓએ આજે શહેરભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી પાસે આ મુદ્દે રજૂઆત કરી હતી. જેથી મુકેશભાઈએ પણ ગરીબ ધંધાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે તેમ જણાવી અધિકારીઓની નેગેટિવવળતિ મુદ્દે હું મ્યુનિસિપલ કમિશનરનું અને સ્ટેન્ડીંગ ચેરમેનનું ધ્યાન દોરી તેમની સાથે ચર્ચા કરી આ મુદ્દે ધંધાર્થીઓને ન્યાય મળે તેવો પ્રયાસ કરીશ તેમ જણાવ્યું હતું.(૪.૨૯)
(3:02 PM IST)










