<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

દૂધસગાર રોડ ઉપર બેંકની બાકી પ્રશ્‍ને ફલેટનો કબજો લેતા મામલતદાર : નાગરીક બેંકની બાકી હતી

રાજકોટ, તા.૫: રાજકોટ પૂર્વ વિસ્‍તારના મામલદારશ્રી ચાવડા અને સર્કલ ઓફીસર સત્‍યમ શેરસીયાએ બેન્‍ક એકટ હેઠળ ફલેટનો કબજો લઇ નાગરીક બેંકને સોંપી દીધો હતો. તેના માટેની નોટિસ તારીખઃ-૦૨/૦૧/૨૦૨૫ ડી. આર. પુરોહિત, નાયબ મામલતદાર દ્વારા તૈયાર કરી બજાવેલ હતી.

 રાજકોટ નાગરિક સહકારી બેંક લી. દ્વારા ગૌરી યુનુસભાઇ બચુભાઈની રાજકોટ શહેરના દૂધસાગર રોડ ઉપર વોર્ડ નંબર ૧૨,સીટી સર્વે નંબર ૧૨, રાજકોટના રેવન્‍યુ સર્વે નંબર ૧૬૭ તથા ૧૬૮ પૈકી, ટીપી સ્‍કીમ નંબર ૭,ફાઇનલ પ્‍લોટ નંબર ૮૭,૯૧,૯૪ ની ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ ૩૦૯ એમ.આઇ.જી. ડેરી લેન્‍ડ સ્‍કીમ હેઠળ આવેલ ફ્‌લેટ પૈકી ફ્‌લેટ નંબર એમ-૧૩૫૯ જેનું ક્ષેત્રફળ ચો.મી. ૪૫-૦૦ એરીયા ચો.મી.આ. ૨૮-૯૦ વાળી મિલ્‍કત ઉપર આવેલ ક્ષેત્રફળવાળા ફ્‌લેટ કે જે રજીસ્‍ટર વેચાણ દસ્‍તાવેજ અનુક્રમ નંબર.-૮૦૨૭, તા. ૨૫-૧૧-૨૦૧૩ થી ગૌરી યુનુસભાઇ બચુભાઈ ના નામે આવેલ છે તે મિલકત કબજો ગઇકાલે બપોર બાદ લઇ નાગરિક સહકારી બેંક લિમિટેડ ના અધિકળત અધિકારીને સોપવામાં આવ્‍યો હતો.

મિલકત ઉપર તા. ૩૧/૦૩/૨૦૧૪ સુધીની બાકી પડતી લહેણી રકમ રૂ. પાંચ લાખ ૩૧ હજાર અને ત્‍યારબાદના ચડત વ્‍યાજની રકમની વસુલાત માટે કબજો લેવામાં આવ્‍યાનું અધીકારી સૂત્રોએ ઉમેર્યુ હતું.

(3:08 PM IST)