News of Wednesday, 5th February 2025
રવિવારે ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના સમાજની વહાલુડીના વિવાહઃ ૨૪ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે
કરીયાવરમાં દીકરાઓને ૧૨૫થી વધુ વસ્તુઓ અપાશેઃ જ્ઞાતિના આગેવાનો ‘‘અકિલા'' ના આંગણે

રાજકોટઃ રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા ૩૯માં સમૂહલગ્નનું આયોજન આગામી તા. ૯ના રવિવારના રોજ ગોધુલીક સમયે (સાંજે) યોજાયેલ છે. જેમાં ૨૪ નવ દંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે.
નિલેશભાઇ શીયાણીનો વંડો કર્ણાવતી સ્કૂલની પાછળ, એ.ડી.બી. હોટલ સામે, સાધુવાસવાણી કુંજ રોડ પાસે, રેલનગર, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ-મોરબી બાયપાસ ખાતે ૯ મીના રવિવારે આયોજીત આ સમૂહલગ્નમાં સતાધારધામ, પીપળીધામ, નકલંક ધામના સંતો- મહંતો આર્શીવચન આપશે.
રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ રાજકોટ આયોજીત સમાજની વહાલુડીના વિવાહ મહોત્સવમાં કરીયાવરમાં દીકરીઓને ૧૨૫થી વધુ વસ્તુઓ આપવામાં આવશે.
આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ ઇશ્વરભાઇ ઘાટલીયા, મંત્રી મનસુખભાઇ ગોહેલ, (નિવૃત જજ), જ્ઞાતિ પ્રમુખ મનસુખભાઇ તલસાણીયા, મંત્રી સુરેશભાઇ ચૌહાણ , સંગઠન મંત્રી બળવંતભાઇ હળવદીયા, અરવિંદભાઇ પરમાર, કાંતિલાલ પરમાર,દલસુખભાઇ મુંડીયા, નિલેશભાઇ પાટડીયા, ભાવેશભાઇ ઝીઝુંવાડીયા , પરેશભાઇ ખોખર, નલિનભાઇ પરમાર , સતીષભાઇ સતાપરા, બળવંતભાઇ હળવદીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.આ અંગે વધુ વિગતો માટે મો. ૯૮૨૪૨૭૩૦૦૭/૯૪૨૬૨૪૦૨૩૪ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા).
(3:09 PM IST)










