<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

રૂખડીયાપરામાં આતંક મચાવ્‍યા બાદ સાંઢીયાપુલ પાસે પોલીસ પર હુમલો કરનારા ત્રણ શખ્‍સોની ધરપકડ

પ્રદ્યુમનનગર પોલીસના પી.આર. ડોબરીયા તથા ટીમે સમીર ઉર્ફે ધમો, સાવન ઉર્ફે લાલી અને અસરફ શીવાણીને દબોચ્‍યાઃ નામચીન માજીદ ભાણુ સહિત નવની શોધખોળ

રાજકોટ તા.૫:રૂખડીયામાં જૂની માથાકુટનો ખાર રાખી ગુજસીટોકનો આરોપી માજીદભાણુ અને તેના સાગરીતોએ મહિલા સાથે માથાકુટ કરી આતંક મચાવ્‍યા બાદ તેને પકડવા માટે ગયેલ પોલીસ સ્‍ટાફ પર હુમલો કરી વાહનોમાં તોડફોડ કરનારા ત્રણ શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ રૂખડીયાપરામાં પરમદિવસે રાત્રે ફરીદાબેન જુસબભાઇ શેખ (ઉ.વ. ૪૦) પોતાના ઘેર હતા ત્‍યારે તેના જમાઇના નાનાભાઇ સાથે એક વર્ષ પહેલા જેની સાથે માથાકુટ થઇ હતી તે નામચીન માજીદ રફીકભાઇ ભાણુ તેની સાથે સાવન ઉર્ફે લાલી, સમીર ઉર્ફે ધમો, સાહિલ ભુરો અને એક અજાણ્‍યો શખ્‍સ સહિત પાંચેય શખ્‍સોએ માથાકુટ કરી ઘર પર કાચની બોટલના ઘા કરી આતંક મચાવ્‍યો હતો. આ બાબતે ફરીદાબેને પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસ પહોંચે તે પહેલા પાંચેય શખ્‍સો ભાગી ગયા હતા.દરમ્‍યાન કંટ્રોલ ઇન્‍ચાર્જે જાણ કરતા પ્રનગર પોલીસ મથકના પી.આઇ.પી.આર.ડોબરીયા તથા પીએસઆઇ  આઇ.એ. બેલીમ સ્‍ટાફ સાથે નાઇટ પેટ્રોલીંગમાં હતા ત્‍યારે રૂખડીયાપરામાં માથાકુટ થઇ હોવાનો કોલ મળતા પી.આઇ. ડોબરીયા સ્‍ટાફ સાથે રૂખડીયાપરામાં દોડી ગયા હતા. ત્‍યાં નામચીન માજીદ ભાણુ તથા તેના સાગરીતોએ  આતંક મચાવ્‍યો હોવાનું જાણવા મળતા કોન્‍સ રીયાઝભાઇ ભીપોૈત્રા અને મયુરરાજસિંહ જાડેજા બંને આરોપી ઓની શોધમાં હતા. ત્‍યારે જામનગર રોડ સાંઢીયા પુલ સ્‍લમકવાર્ટર કમીટી ચોક પાસે પહોંચતા નામચીન માજીદ રફીકભાઇ ભાણુ તેની સાથે ૧૨ સાગરીતો હાથમાં ધોકા સાથે ઉભા હોઇ ત્‍યાં માજીદને બોલાવી પોલીસ તરીકેની ઓળખ આપતા માજીદ ભાણુએ કહેલ કે‘ તુ પોલીસ હોય તો શું થયું અમે આ વિસ્‍તારના ડોન છીએ' કહી પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી ᅠઝપાઝપી કરી આ લોકોએ ટોળાનારૂપમાં બંને કોનસટેબલ પર પથ્‍થરમારો કરી તેના વાહનોમાં ધોકા ફટકારી તોડફોડ કરી હુમલો કરતા બંને પોલીસમેને જાણ કરતા પીઆઇ. ડોબરીયા તથા પીએસ.આઇ. આઇ.એ.બેલીમ સ્‍ટાફ સાથે સ્‍થળપર પહોંચી ગયા હતા બાદ પોલીસ આ મામલે નામચીન માજીદ ભાણુ સહિત ૧૨ સામે બે ગુના દાખલ કર્યા હતા. આ બનાવમાં પ્રનગર પોલીસ મથકના પીઆઇ. પી.આર.ડોબરીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. આઇ.એ. બેલીમ સહિતના સ્‍ટાફે પોલીસ પર હુમલો  કરનારા સમીર ઉર્ફે ધમો બસીરભાઇ શેખ (ઉ.વ.૨૨) (રહે. રૂખડીયાપરા) સાવન ઉર્ફે લાલી સંજયભાઇ વાઘેલા (ઉ.વ.૨૮) (રહે. જામનગર રોડ વાલ્‍મીકી વાસ) અને અસરફ અફસરભાઇ શીવાણી (ઉ.વ. ૨૧) (રહે. જામનગર રોડ સ્‍લમ કવાર્ટર) ને પકડી લઇ કાયદાનું ભાન કરાવ્‍યું હતું. અને ગુજસીટોકનો આરોપી માજીદ ભાણુ સહિત નવ શખ્‍સોની શોધખોળ  હાથધરી છે

(3:25 PM IST)