<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

શહેરમાં મસ્‍સીનો ભારે ઉપદ્રવઃ લોકોની મુશ્‍કેલી ઘટાડવા અંતે ફોગીંગ શરૂ

મનપાના પદાધિકારીઓએ કાન આમળ્‍યા બાદ તંત્ર દોડયુ !

રાજકોટ તા. ૫: મીક્ષઋતુને અનુલક્ષીને હાલ રાજકોટ શહેરમાં જે મચ્‍છર ઉપદ્રવ જોવા મળે છે તે મુખ્‍યત્‍વે કયુલેક્ષમોસ્‍કયુટો (ન્‍યુસન્‍સમોસ્‍કયુટો)ની ડેન્‍સીટી છે. દરવર્ષે સામાન્‍યત ડિસેમ્‍બરથી ફેબ્રુઆરી માસ દરમ્‍યાન કયુલેક્ષ મચ્‍છરનો વ્‍યા૫ક ઉ૫દ્રવ રહે છે. પુખ્‍ત એનોફિલિસ તથા એડીસ મચ્‍છરની ડેન્‍સીટી જોવા મળતી નથી. કયુલેક્ષ મચ્‍છદરથી ડેંન્‍ગ્‍યુ-મેલેરિયા કે ચિકુનગુનીયા જેવા રોગો થતા નથી ૫રંતુ રાત્રે કરડતા આ મચ્‍છરની ઘનતા ખુબ જ વધી જવા પામતી હોય મચ્‍છેરના ઉ૫દ્રવની વ્‍યા૫ક ફરિયાદ રહે છે.

મેયરની અધ્‍યક્ષતામાં ૫દાઘિકારીઓ અને અધિકારીઓની તા.૦૩ ના સેન્‍ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાયેલ મિટીંગમાં મળેલ સુચના અન્‍વયે રાજકોટ શહેરમાં હાલ ન્‍યુસન્‍સમોસ્‍કયુટો (કયુલેક્ષમોસ્‍કયુટો) તથા મસ્‍સીનો ઉ૫દ્રવને અનુલક્ષીને આરોગ્‍ય શાખાની મેલેરિયા વિભાગ દ્વારા શહેરના જાહેર માર્ગો તથા નદીકાંઠાના વિસ્‍તારોમાં વહિકલ માઉન્‍ટેડ ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.

આ કામગીરી હેઠળ તા.૪ના ભાવનગર રોડથી પટેલવાડી, રણછોડનગર સોસા. સુઘી, પટેલવાડીથી પેડક રોડ સુધી, કુવાડવા રોડથી પ૦ફુટ રોડ સુઘી, પ૦ફુટ રોડથી જુનો મોરબી રોડ સુધી,૮૦ ફુટ રોડ થી ડીમાર્ટ સુધી, મોરબી રોડ થી જકાતનાકા સુધી, જકાતનાકા થી ગ્રીનલેન્‍ડ ચોકડી સુધી, ગ્રીનલેન્‍ડ ચોકડી થી મીરા પાર્ક રોડ સુધી, મીરા પાર્કરોડથી શિવધારા સોસા. સધી, શિવધારા સોસા. થી ૮૦ ફુટ રોડ સુધી, શિવરંજની સોસા. મેઇન રોડ, ગુરૂદેવ પાર્ક મેઇનથી રોડ વુંદાવન સોસા., લક્ષ્મણ પાર્કથી મીરા પાર્ક સુધી, ખોડીયાર૫રા નદીકાંઠાથી બાવાવાસ, ભગવતી૫રા નદીકાંઠાથી ઘોરીયા પુલ, જયપ્રકાશનગરથી ભગવતી૫રા મેઇન રોડ, રેલ્‍વેના પુલ સુધી, મોરબી રોડ થી ગીરીરાજ પાર્ટી પ્‍લોટ, સેટેલાઇ ચોકથી ૫૦ વારીયા પ્‍લોટ સુધી, ઘોડાગાડી ચોક, હરીહર ચોક, ચોધરી હાઇસ્‍કુલ ચોક, ઘરમ સિનેમા ચોક મેઇન રોડ, કલેકટર ઓફિસ રોડ, શ્રોફ રોડ, સરર્કીટ હાઉસ રોડ, ફુલછાબ રોડ, રેસકોર્ષ રીંગ રોડ, જીલ્લા પંચાયત ચોક, એરપોર્ટ રોડ,રૈયા રોડ, ગીતગુર્જરી રોડ, સુભાષનગરમેઇન રોડ, યાજ્ઞિક રોડ, રામકળષ્‍ણ આશ્રમ રોડ, હેમુગઢવી હોલ રોડ, એસ્‍ટ્રોન ચોક, એલ.આઇ.સી. ઓફિસ રોડ, કિશન ૫રામેઇન રોડવગેરે મુખ્‍ય માર્ગો તથા નદીકાંઠાનો વિસ્‍તાર, રેલ્‍વેના પુલથી આશાબા પીર ભગવતી૫રા  દરગાહ સુધી, આશાબાપીરથી મીયાણાવાસ સુધી, મીયાણાવાસ થી બોરીચાસોસા., જયપ્રકાશનગર, ભગવતી૫રા મેઇન રોડ, સેટેલાઇટ ચોકથી ઘારાએવન્‍યુ, શક્‍તિ પાર્ક, રાજ રેસીડેન્‍સી થી પુષ્‍કરધામ, ઇન્‍દ્રપ્રસ્‍થ ર થી વૈદીક વિહાર, સેટેલાઇટ ચોકથી મોરબી રોડ, જકાતનાકા, ખોડીયાર૫રા મહાત્‍મા ગાંધી પ્‍લોટ વગેરે વિસ્‍તાર આવરી લીધેલ છે.

 ન્‍યુકસન્‍સ વેલ્‍યુડ ઘરાવતા મચ્‍છરનો ઉ૫દ્રવ ઘટાડવા એર પાઇ૫ને ક૫ડુ બાંધવા અને સાથે દરેક પાણીના પાત્રો હવા ચુસ્‍ત બંધ રાખવા તથા અઠવાડીયે એક વાર ખાલી કરી સાફ કરવા આથી અપીલ કરવામાં આવે છે

(3:26 PM IST)