<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

વોર્ડ નં. ૧પના વિવિધ પ્રશ્નો નહિ ઉકેલાતા કોંગ્રેસના ધરણા

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૧પ ના લોક પ્રશ્નો અંગે મનપામાં કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવા છતાં હજુ યોગ્‍ય જવાબ નહિ મળતા આજે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, વિપક્ષના નેતા વશરામભાઇ સાગઠિયાની આગેવાની હેઠળ આજે સવારે ૮૦ ફુટ રોડ પર આવેલ અતુલ સર્કલ ખાતે ધરણાનો કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ કાર્યક્રમમાં અતુલ રાજાણી, વશરામભાઇ સાગઠીયા, જશવંતસિંહ ભટ્ટી, નરેશભાઇ પરમાર, હરેશભાઇ ભારાઇ, રમેશભાઇ ડૈયા, પ્રવિણભાઇ રોજાસર તથા રમેશભાઇ વઘેરા સહિતના આગેવાનો જોડાયા હતાં. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(3:29 PM IST)