News of Wednesday, 5th February 2025
આંબેડકર નગરમાં આંગણવાડી બિલ્ડીંગ કામનો પ્રારંભઃ ખાતમુહૂર્ત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૩માં રૂ.૧૩ લાખના ખર્ચે આંબેડકર નગર શેરી નં.૪માં હયાત આંગણવાડી બિલ્ડીંગના કેમ્પસમાં નવી આંગણવાડી બનાવવાના કામનું ખાતમુહૂર્ત આજે બુધવારના રોજ મેયરી નયનાબેન પેઢડીયાના હસ્તે કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન સોનલબેન સેલારા, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લિયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, કોર્પોરેટર જયાબેન ડાંગર, પ્રમુખ સંદીપભાઈ અંબાસણા, મહામંત્રી ભરતભાઈ સવસેટા, નરશીભાઈ પટોળીયા, અગ્રણી જીતુભાઈ સેલારા, યોગેશભાઈ ભુવા, વજુભાઈ લુણાસિયા, કુલદીપભાઈ અંબાસણા, ભરતભાઈ બોરીચા, નાગજીભાઈ ગોલતર, શૈલેશભાઈ પંડ્યા, કેતનભાઈ વાછાણી વગેરે ઉપસ્થિત રહેલ.
(3:38 PM IST)










