News of Wednesday, 5th February 2025
ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી.ને એવોર્ડ
બેંકો દ્વારા આયોજીત બેંકો બ્લુ રીબન સેરેમેની-૨૦૨૪ કાર્યક્રમ અંતર્ગત રૂા. ૨૦૦૦ થી ૩૦૦૦ કરોડ સુધીની ડીપોઝીટ ધરાવતી બેંકની કેટેગરીમાં એવોર્ડ એનાયત

રાજકોટ : ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી.ની ગૌરવગાથામાં એક નવું પરિમાણ ઉમેરાયેલ છે. ભારતભરની રૂા. ૨૦૦૦ થી ૩૦૦૦ કરોડ સુધીની ડીપોઝીટ ધરાવતી કેટેગરીમાં અનેક કો-ઓપરેટીવ બેંકો પૈકી ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી.ને આ કેટેગરીમાં પ્રતિષ્ઠિત એવોર્ડ માટે પસંદગી કરી આ એવોર્ડથી નવાજવામાં આવેલ છે.
તાજેતરમાં આંબેવેલી સીટી, લોનાવાલા (મહારાષ્ટ્ર) મુકામે બેંકો દ્વારા ભારતભરની સહકારી બેંકો માટે બ્લુ રીબન-૨૦૨૪ એવોર્ડ સેરેમની યોજાઈ ગયો. આ સેરેમનીમાં એવોર્ડ માટેની વિવિધ કેટેગરી પૈકી રૂા. ૨૦૦૦ થી ૩૦૦૦ કરોડ સુધીની ડીપોઝીટની કેટેગરીમાં ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી.ની પસંદગી થયેલ. ભારતભરની રૂા. ૨૦૦૦ થી ૩૦૦૦ કરોડ સુધીની ડીપોઝીટ ધરાવતી બેંકોની કેટેગરીમાં આ એવોર્ડ આપણી બેંકને મળતાં બેંકમાં આનંદ-ઉત્સાહની લાગણી છવાઈ ગયેલ છે.
આ સેરેમનીના મહેમાન તરીકે નાફકબના પ્રેસીડેન્ટ શ્રી લક્ષ્મીદાસ તથા મહારાષ્ટ્ર સ્ટેટ સાયબર ક્રાઈમ ડીપાર્ટમેન્ટના ડીજીપી શ્રી સંજય સીંતરે તથા રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા - ડીપાર્ટમેન્ટ ઓફ સુપરવિઝન-મુંબઈના રીટાયર્ડ સીજીએમશ્રી ભાર્ગેヘર બેનર્જી આ એવોર્ડ સેરેમનીમાં ઉપસ્થિત રહેલ હતા. આ સેરેમનીમાં બેંકના સીઈઓ શ્રી જુલીબેન સાવલીયાએ બેંકના એચ.આર. હેડ શ્રી ભિષ્મરાજસિંહ ઝાલા ઉપસ્થિત રહેલ હતા. જુલીબેન સાવલીયાએ આ તબક્કે તમામ સફળતાનો શ્રેય બેંકના ઇન્ચાર્જ ચેરમેન શ્રી જયંતીલાલ વસોયા તથા બેંકના બોર્ડ ઓફ ડીરેકટર્સના માર્ગદર્શન તેમજ ગ્રાહકોના વિશ્વાસ અને બેંકના તમામ કર્મચારી પરિવારના ટીમવર્ક તથા શુભેચ્છકોનાં સાથ-સહકારને આપેલ છે. આ એવોર્ડ સાથે ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી. ઉપર શુભેચ્છાઓનો ધોધ શરુ થયેલ છે તેનો પણ ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી. ના સીઈઓશ્રી જુલીબેન સાવલીયા આ તબક્કે આભાર માને છે તેવી એક અખબારી યાદીમાં જણાવે છે.
(3:44 PM IST)










