News of Wednesday, 5th February 2025
પ્રજા પરનો ૧પ૦ કરોડની વધુનો કરબોજ રદ્દ કરો : કોંગ્રેસ
મનપાના બજેટમાં ડોર ટુ ડોર ગાર્બેજ , રહેણાંક નો વધારાનો વેરામાં તથા નવા ફાયરનો વેરો નાબુદ કરવા, રાજાણી-સાગઠિયાની રજૂઆત

રાજકોટ, તા. પ : પ્રજા પર લદાયેલ કરબોજ રદ કરવા અંગે અતુલ રાજાણી તથા વશરામભાઇ સાગઠિયાને જણાવ્યું હતું કે ૩૧૧ર.ર૮ કરોડનું ડ્રાીટ બજેય તૈયાર કર્યુ છે જેમાં ડોર ટુ ડોર ગારબેજ કલેક્શનમાં ગત વર્ષે જે રહેણાક વિસ્તારમાં રૂા.૩૬૫ હતા એમાં ૪૦૦્રુ નો વધારો રૂા.૧૪૬૦ અને બિન રહેણાંકમાં રૂા.૧૪૬૦ થી વધારીને રૂા.૨૯૨૦ કરવામાં સૂચવવામાં આવેલ છે. આ પ્રકારે આકરો ડામ લગાવવામાં આવનાર છે. વેરાની આવક રૂા.૪૫૦ કરોડથી વધારે રૂા.૬૦૦ કરોડ કરતા પ્રજા પર રૂા.૧૫૦ કરોડનો વધારો ઝીંકાયો છે આ જ રીતે મિલકત વેરામાં પણ રૂા.૪ અને રૂા.૫ નો વધારો સૂચવાયો છે. અમારી જાણ મુજબ છેલ્લા બજેટમાં કારપેટ એરિયામાં ૩૫્રુ થી વધારે આડકતરો વધારો ઝીંકાયો જ હતો.
નવા વર્ષના બજેટમાં ફાયર ટેક્સ છે અગાઉ ૨૦૧૮માં રદ કરાયો હતો તે નવા નાણાકીય વર્ષમાં રહેણાંકમાં ચોરસ દીઠ રૂા.૧૫ અને બિન રહેણાંકમાં રૂા.૨૫ સૂચવાયો છે. તો અમારી માંગ છે કે પ્રજા હાલમાં કારમી મોંઘવારીથી ત્રસ્ત છે તો નવા વર્ષમાં કરબોજ થી પ્રજા વધુ આર્થિક સકળામણ અનુભવશે. આ કરબોજ રદ કરવા માંગ કરી છે.
(3:45 PM IST)










