News of Wednesday, 5th February 2025
બાલવાટિકાના ૧૭૦૦ બાળકોને સ્વેટર વિતરણ
જરૂરિયાતમંદોને ઉપયોગી થવાનો અવસર મારા માટે ખુશીનો વિષયઃ ઉદય કાનગડ

રાજકોટઃ ધારાસભ્ય શ્રી ઉદય કાનગડ દ્વારા વોર્ડ નં. ૩,૪,પ,૬,૧પ અને૧૬ ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (બાલવાટીકા) ના ૧૩૦૦થી વધુ ભુલકાઓને ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
માર્કેટીંગ યાર્ડ પાછળ માલધારી સોસાયટી પાસે પંડિત જવાહરલાલ નહેરૂ પે સેન્ટર શાળા ખાતે સ્વેટર વિતરણ કાર્યક્રમમાં ઉદયભાઇ કાનગડ, શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રા, પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, કોર્પોરેટર દિલીપભાઈ લુણાગરીયા, વોર્ડપ્રમુખ પરેશ લીંબાશીયા, બક્ષીપંચ મોરચાના મહામંત્રી બાબુભાઈ માટીયા, શહેર ભાજપ કિસાન મોરચાના ભરતભાઈ રાદડીયા, વોર્ડના પ્રભારીઓ, સહિત અગ્રણીઓ કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉદય કાનગડે જણાવેલ કે સમાજમાં કોઈપણ માધ્યમથી જરૂરીયાતમંદોને ઉપયોગી થવાનો અવસર મળવો એ ખુશીનો અવસર છે. ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી શાળાના ભુલકાઓને શિયાળાની ઋતુમાં હુંફ મળી રહે તે માટે ગરમ સ્વેટર વિતરણ કરવાનો અવસર મને પ્રાપ્ત થયો છે. શાળાનાં ભુલકાઓને નવા સ્વેટર મળતા ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી અને હર્ષોલ્લાસની કીકીયારીથી ભુલકાઓ દ્વારા વધાવી ઉદયભાઇનું અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમ ભાજપની એકયાદીમાં જાણાવે છે.
(3:55 PM IST)










