તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th February 2025
રાજકોટ-પ્રયાગરાજ બસને ભારે સફળતા ૧૭ ફેબ્રુઆરી સુધી હાઉસફૂલઃ ર૪મી સુધી ચાલશે ભાડૂ ૮૮૦૦ છતાં ભકતોએ બુકીંગ કરાવી લીધું

રાજકોટ એસ.ટી. ડીવીઝનલ નિયામકશ્રી કલોતરાએ આજે ‘‘અકિલા''ને જણાવ્યું હતું કે કુંભ મેળા માટે દરરોજ સવારે પ વાગ્યે ઉપડતી રાજકોટ-પ્રયાગરાજ સ્પેશીયલ બસને ભારે સફળતા મળી છેઃ આગામી ૧૭મી ફેબ્રુઆરી સુધી બસ હાઉસફુલ છેઃ ર૪મી સુધી બસો દોડાવાશેઃ રપમીએ કુંભ મેળાનો છેલ્લો દિવસઃ અત્રે એ નોંધનીય છે કે ભાડૂ રૂા. ૮૮૦૦ હોવા છતાં ભકતોએ બુકીંગ કરાવી લીધું.
(2:59 PM IST)










