<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

પાલીકા ચૂંટણીઃ ઉમેદવારોને ૧ાા થી રાા લાખ સુધીની ખર્ચ મર્યાદાઃ ર૦૦ જેટલી સ્‍ટેશનરીના ઓર્ડરો અપાયા

કલેકટરે અધીકારીઓ સાથે સમીક્ષા કરીઃ કાલે રાજય ચૂંટણી પંચની તૈયારીઓ અંગે વીસી વ્‍હીલ ચેર તથા પ૭ એમ્‍બ્‍યુલન્‍સ તૈનાત કરાશેઃ મીની બસો દોડાવાશેઃ કલેકટર કચેરીમાં ખાસ કન્‍ટ્રોલ રૂમ

રાજકોટ તા. ૬: રાજકોટ જીલ્લાની પાંચ પાલિકાની ચૂંટણીમાં ૧૬ ફેબ્રુઆરીએ મતદાન થશે, જે અંગે તૈયારીઓ ચાલી રહી છે.

દરમિયાન કલેકટર શ્રી પ્રભવ જોષીએ પત્રકારોને જણાવ્‍યું હતું કે ગઇકાલે દરેક પ્રાંત સાથે મીટીંગ યોજી ચૂંટણી પ્રક્રિયા અંગે સમીક્ષા કરાઇ હતી, જરૂરી સૂચનાઓ અપાયેલ, હવે આવતીકાલે રાજય ચૂંટણી પંચની તૈયારીઓની સમીક્ષા અંગે ખાસ વીસી યોજાઇ છે. કલેકટરે જણાવેલ કે જે પાલીકામાં ૯ વોર્ડની ચૂંટણી હશે ત્‍યાં ઉમેદવારો ૧ાા લાખ સુધીનો ખર્ચ કરી શકશે, જયારે ૯ થી વધુ વોર્ડ વાળી પાલીકામાં ઉમેદવારોની ખર્ચની મર્યાદા રાા લાખ રખાઇ છે. તેમણે જણાવેલ કે ચૂંટણી પ્રક્રિયા-મતદાન-મતગણત્રી સંદર્ભે ર૦૦ જેટલી સ્‍ટેશનરી માટેના ટેન્‍ડર મારફત ઓર્ડરો અપાયા છે, પાલીકા અને ગ્રામ્‍ય લેવલે આરોગ્‍ય કેન્‍દ્રો ઉપર તમામ સુવિધા રહેશે, દિવ્‍યાંગ-અપંગ મતદારો માટે વ્‍હીલચેર રખાશે, આ ઉપરાંત પ૭ જેટલી એમ્‍બ્‍યુલન્‍સ પણ તૈનાત રહેશે. દુરના વિસ્‍તારોમાં મતદારોને લઇ જવા અંગે મીની બસની વ્‍યવસ્‍થા કરાઇ છે. દરમિયાન અન્‍ય અધીકારી સુત્રોના કહેવા મુજબ ચૂંટણી સંદર્ભે કલેકટર કચેરીમાં ખાસ કન્‍ટ્રોલ રૂમ શરૂ કરાશે, કુલ ૩ર૪ મતદાન મથકો માટે ૧પ મીએ ૧૭૦૦ થી વધુનો સ્‍ટાફ બપોર સુધીમાં મતદાન મથકોનો કબજો લઇ લેશે.

(3:00 PM IST)