તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th February 2025
ભાણેજના લગ્નમાંથી પત્નિ સાથે ઝઘડો કરી નીકળી ગયા પછી દારૂ માથે ઝેરી દવા પીધીઃ યુવાનનું મોત
રસુલપરા પાછળ ગણેશ સોસાયટીના દેવરાજભાઇ રાઠોડના મોતથી માસુમ દિકરીઍ પિતાનું છત્ર ગુમાવ્યું રાતે ઘરે પહોîચી પોતે દવા પી ગયાનું માતાને કહ્નાંઃ પણ તે નશામાં હોઇ માતાને વાત સાચી ન લાગીઃ સવારે જગાડવા ગયા ત્યારે મૃત હતો

રાજકોટ તા. ૬: ગોંડલ રોડ રસુલપરા પાછળ ગણેશ સોસાયટીમાં રહેતાં યુવાને નાના મવામાં સાઢુને ત્યાં દિકરીનો લગ્ન પ્રસંગ હોઇ ત્યાંથી પત્નિ પાસેથી પૈસા લઇ નીકળી ગયા બાદ રાતે દવા પી માથે ઝેરી દવા પી ઘરે પહોંચી સુઇ ગયા બાદ તેનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આ પગલુ શા માટે ભર્યુ? તેની તપાસ થઇ રહી છે.
જાણવા મળ્યા મુજબ બજરંગ સોસાયટી-૫માં રહેતાં યુવાન દેવરાજભાઇ ચંદુભાઇ રાઠોડ (ઉ.વ.૩૨) નામના યુવાનને સવારે તેના માતા રંજનબેન જગાડવા જતાં ન જાગતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેને તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, તોૈફિકભાઇએ જાણ કરતાં આજીડેમના જી. કે. પરમારે જરૂરી કાર્યવાહી કરી હતી.
આપઘાત કરનાર દેવરાજભાઇ કારખાનામાં મજૂરી કરતો હતો. તે ચાર બહેનનો એકનો એક ભાઇ હતો. સંતાનમાં એક દિકરી છે. તેના માતાએ કહ્યું હતું કે ગઇકાલે પુત્ર દેવરાજભાઇ તેના સાઢુની દિકરીના લગ્નમાં નાના મવા ખાતે પત્નિ સાથે ગયો હતો. ત્યાંથી તે રાતે ઘરે આવ્યો ત્યારે દારૂ પીધેલી હાલતમાં હતો અને તેણે પોતે ઝેર પી ગયાનું કહ્યું હતું. પરંતુ તે નશામાં હોવાનું લાગતાં તે મજાક કરતો હોવાનું સમજાયું હતું. સવારે તે ન જાગતાં ખરેખર દવા પીને આવ્યાની ખબર પડી હતી. લગ્નમાં તેણે પત્નિ પારૂલબેન પાસે પૈસા માંગતા ન આપતાં તેના પાકિટમાંથી ચારસો રૂપીયા લઇને નીકળી ગયો હતો. એ પછી તે કોઇપણ સ્થળે દારૂ અને માથે દવા પીને ઘરે આવ્યા બાદ સુઇ ગયો હતો અને મોત થયું હતું. આ બનાવને પગલે પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
(3:29 PM IST)










