<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

ડો. યાજ્ઞિક રોડ પર વાહન સામે આવી જવા જેવી વાતે ધમાલઃ મહિલા સામે ધારીયુ ઉગામાયું: વિડીયો વાયરલ

પંદરેક મિનીટ ધમાલ મચી, ટોળા ઉમટયાઃ જો કે બાદમાં ઘરમેળે સમાધાન થઇ ગયું

રાજકોટઃ શહેરમાં અવાર-નવાર વાહનો સામ સામે આવી જવા મામલે કે વાહન અઢી જવા જેવી વાતે ધમાલ મચી જતી હોય છે. ગત સાંજે ડો. યાજ્ઞિક રોડ પર આવો જ બનાવ બન્‍યો હતો. જેમાં એક ટુવ્‍હીલરની સામે બ્રેઝા કાર આવી જતાં બંને વાહનમાં બેઠેલી મહિલાઓ વચ્‍ચે બોલાચાલી થઇ હતી. બાદમાં કારમાંથી મહિલા સાથેનો શખ્‍સ લોખંડનું ધારીયુ લઇને બહાર નીકળ્‍યો હતો અને બેફામ ગાળાગાળી કરી હતી. આ શખ્‍સને બીજો એક શખ્‍સ સમજાવતો હતો ત્‍યારે તેણે હું કોણ છું એ કહી દે આને...તેમ કહી વધુ ગાળો ભાંડી હતી અને ટુવ્‍હીલર પરની મહિલા પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. સરાજાહેર ધમાલ મચી જતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને વિડીયો વાયરલ થયો હતો. જો કે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. બંનેએ ઘરમેળે સમાધાન કરી લીધુ હતું. ડખ્‍ખાના દ્રશ્‍યો જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા) (૧૪.૮)

(3:11 PM IST)