<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

રતનપર નજીક બાઇકની ઠોકરે દિલીપભાઇ ચાવડાને ગંભીર ઇજા

બાઇકચાલક રતનપરનો યશ માલકીયા પણ ઘવાયો

રાજકોટ તા. ૬: મોરબી રોડ પર રતનપરના પાટીયા પાસે ચાલીને જઇ રહેલા યાર્ડ પાસે શ્રીરામ સોસાયટી ક્‍વાર્ટરમાં રહેતાં દિલીપભાઇ જીવરાજભાઇ ચાવડા (ઉ.વ.૪૫) બાઇકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા છે.

બાઇકચાલક રતનપરનો યશ દિનેશભાઇ માલકીયા (ઉ.વ.૩૦) ફંગોળાઇ જતાં તેને પણ ઇજા પહોંચી હતી. દિલીપભાઇ અપરીણીત છે અને મોચી કામની મજૂરી કરે છે. તેઓ રતનપર રહેતાં બહેનને મળવા જતાં હતાં અને રસ્‍તો ઓળંગવા માટે ઉભા હતાં ત્‍યારે બાઇકની ઠોકરે ચડી ગયાનું જણાવાયું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

(3:11 PM IST)