તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th February 2025
પૂર્વ વિસ્તારના મામલતદારની સતત બીજા દિવસે સરફેશી અંગે કાર્યવાહીઃ બાકી લોન પ્રશ્ને દુકાનનો કબજો લેવાયો
રાજકોટ નાગરીક બેંકની ૭ લાખ ૬ર હજારની બાકી હતીઃ આજે વધુ કેસો કરાશે

રાજકોટ તા. ૬: શહેરના પૂર્વ વિસ્તારના મામલતદારશ્રી ચાવડાએ સતત બીજા દિવસે સરફેસી અંગે નાગરિક બેંકની બાકી પ્રશ્ને દુકાનનો કબજો લઇ બેંકને સોંપી દીધો હતો, આ સમયે સર્કલ ઓફિસર શ્રી સત્યમ શેરસીયા તથા અન્યો સાથે રહ્યા હતા, નોટીસની કાર્યવાહી નાયબ મામલતદાર પુરોહીતે કરી હતી.
રાજકોટ નાગરિક સહકારી બેંક લી. દ્વારા દવેરા જયાબેન બકુલભાઈ ની કેસરીહિન્દ પુલ ઉપર આવેલ રાજકોટ શહેરના સીટી સર્વે વોર્ડ નં.૧૩, શીટ નં.૧૯૬, સીટી સર્વે નં.૧૦૧૬/એ તથા ૧૦૧૬/બી ની કુલ જમીન ચો.મી.આ.૨૮૧.૭૨ ઉપર બાંધવામાં આવેલ ‘‘સાગર આર્કેડ'' ના નામથી ઓળખાતા રેસીડેન્સીયલ કમ કોમર્શીયલ બિલ્ડીંગ માંહેથી ફર્સ્ટ ફ્લોર પર આવેલ દુકાન નં.૧૦૮ કે જેની જમીન ચો.મી.આ. ૯-૦૮ કે જે રજીસ્ટર્ડ વેંચાણ દસ્તાવેજ અનુક્રમ નં.૯૫૦૫,તા.૧૭-૧૨-૨૦૧૫ થી શ્રીમતિ જયાબેન બકુલભાઈ દવેરાના નામે આવેલ છે. તે મિલકત ઉપર તા. ૨૦/૧૨/૨૦૧૯ સુધીની બાકી પડતી લહેણી રકમ રૂ. ૭ લાખ ૬ર હજાર અને ત્યારબાદના ચડત વ્યાજની રકમની વસુલાત માટે કબજો લેવામાં આવ્યો હતો. (૭.ર૧)
(3:12 PM IST)










