News of Thursday, 6th February 2025
સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડીંગમાં ઉંદરોના આંટાફેરાઃ દર્દીઓ હેરાન પરેશાન

રાજકોટઃ શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડીંગમાં ઉંદરોનો ત્રાસ ખુબ વધી ગયો છે. અગાઉ તો નર્સ અને દર્દીઓને ઉંદરોએ બટકા પણ ભરી લીધા હતાં. ફરીથી હવે ઉંદરોનો ત્રાસ શરૂ થયો છે. અગાઉ ઉંદરો પકડવા માટે કોન્ટ્રાકટ અપાયા હતાં. પરંતુ ઉંદરોને પકડવામાં માટે વપરાતા ગ્લૂનેટના ઉપયોગ પર પ્રતિબંધ આવી ગયો હોઇ હાલમાં બીજી કોઇ રીતે ઉંદરોને પકડવાની કામગીરી જે તે એજન્સીને અપાઇ છે. પરંતુ હાલમાં આ કામગીરી મંદ પડી ગઇ છે. તેમ તબિબી અધિક્ષકે જણાવ્યું હતું. તસ્વીરમાં વોર્ડમાં દર્દીની પથારી પાસે દિવાલમાં ઉંદરોના આંટાફેરા જોઇ શકાય છે.
(3:41 PM IST)










