News of Thursday, 6th February 2025
સોમવારે શ્રી વિશ્વકર્મા પ્રભુજીનો પ્રાગટય દિનઃ બે દિવસ કાર્યક્રમો
શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા રેસકોર્ષ મેદાન ખાતે 'શ્રી વિશ્વકર્મા ધામ'નું નિર્માણ રવિવારે ૪૦ કલાકારો દ્વારા 'શ્રી વિશ્વકર્મા ગૌરવ ગાથા' રજુ થશે, જ્ઞાતિના આગેવાનોનું સન્માનઃ સોમવારે ધ્વજારોહણ, મહારકતદાન કેમ્પ, શોભાયાત્રા નિકળશેઃ સમુહલગ્નમાં ૧૬ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે પૂ.પરમાત્માનંદ સરસ્વતીજી અને શાસ્ત્રી પૂ.કૌશીકભાઇ ત્રિવેદી ઉપસ્થિત રહી આશીર્વચન આપશે

તસ્વીરમાં અકિલાના મોભીશ્રી કીરીટભાઇ ગણાત્રા સાથે ગુર્જર સુતાર જ્ઞાતિના આગેવાનો સર્વશ્રી રસીકભાઇ બદ્રકીયા પ્રમુખ, મુકેશભાઇ વડગામા અધ્યક્ષ, કાંતીભાઇ તલસાણીયા ઉપપ્રમુખ, પ્રદીપભાઇ કરગથરા મંત્રી, જગદીશભાઇ સોંડાગર ઉપાધ્યક્ષ, હર્ષદભાઇ બકરાણીયા સભ્ય, કિશોરભાઇ અંબાસણા, મિેતેષભાઇ ધ્રાંગધરીયા, કેતનભાઇ મહીધરીયા, ઘનશ્યામભાઇ દુદકીયા, મુકેશભાઇ એન.વડગામા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટઃ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિનું ૧૦૩ વર્ષ જુનુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું મંદિર દિવાનપરા, રાજકોટમાં આવેલ છે જયાં શ્રી વિશ્વકર્મા પ્રભુજી સુવર્ણ સિંહાસન પર બિરાજે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રીતે શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવશે. આ માટે રસકોર્ષ મેદાન ખાતે ''શ્રી વિશ્વકર્મા ધામ'' નિર્માણ કરવામાં આવશે. જેમાં શ્રી ગુજર સુતાર જ્ઞાતિ રાજકોટ આયોજિત સમુહ લગ્ન તેમજ ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતિ મહોત્સવની પૂર્વ સંધ્યાએ કાર્યક્રમ તા. ૯ રવિવારના રોજ સાંજે ૭ થી ૧૧ કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ''શ્રી વિશ્વકર્મા ગૌરવ ગાથા'' સાથે મા ભગવતી શ્રી રાંદલ ચરિત્ર, શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ આયોજીત સમૂહ લગ્ન તેમજ ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતિની પૂર્વ સંધાએ એક ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ ૪૦ થી વધુ કલાકારોના અભિનય સાથે ''શ્રી વિશ્વકર્મા ગૌરવ ગાથા સાથે મા ભગવતી શ્રી રાંદલ ચરિત્ર, રજુ કરવામાં આવશે. આ સાથે સાથે ગુર્જર સતાર જ્ઞાતિના ઇન્ટિરિયર, આર્કિટેક અને વકીલ ઓને સ્મૃતિ ચિહ્નન આપી સન્માન કરવામાં આવશે.
''શ્રી વિશ્વકર્મા મંદિર શ્રી વિશ્વકર્મા પ્રભુજી પ્રાગટય દિન મહા સુદ તેરસ તા. ૧૦ ના સોમવારે સવારે ૬ વાગે ધ્વજારોહણ, ૬-૩૦ વાગે મંગળા આરતી અને બપોરે ૧ર-૧પ વાગે રાજભોગ આરતી થશે તેમજ મંદિરે મહારકતદાન શિબિરનું આયોજન પણ તા. ૧૦ ના રોજ શ્રી વિશ્વકર્મા જયંતિના દિવસે શ્રી વિશ્વકર્મા મંદિર સવારે ૮ થી સાંજે ૮ કલાક સુધી રાખવામાં આવેલ છે.
શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન દિવસે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા બપોરે ર કલાકે ઘારેશ્વર મહાદે મંદિરથી શરૂ થશે. જે કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ ચોક થઇને બોમ્બે હોટેલ, ત્યાંથી ગોંડલ રોડથી માલવિયા પેટ્રોલ પંપથી યાજ્ઞીક રોડ, જીલ્લા પંચાયત ચોક, બહુમાળી ભવનથી શ્રી વિશ્વકર્મા ધામ રેસકોર્સ મેદાન, એરપોર્ટ ગેઇટ ખાતે ભગવાન શ્રી વિશ્વકર્માજીની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા સમ્રગ શહેરમાં નગરચર્ચા કરી સાંજે કલાકે ''શ્રી વિશ્વકર્મા ધામ'' રેસકોર્સ મેદાન ખાતે પહોંચશે. ત્યારે શ્રી વિશ્વકર્મા ધામ ખાતે અલૌકિક દીપમાળાથી ભગવાન શ્રી વિશ્વકર્માદાદાની મહાઆરતી ઉપસ્થિત સો જ્ઞાતિજનોની હાજરીમા઼ થશે અને શોભાયાત્રા પૂર્ણ થશે. આ શોભાયાત્રામાંં ટુ વ્હીલર, ફોર વ્હીલર તેમજ શણગારેલ ફલોટ પૈકી આ ત્રણેય કેટેગરીમાં સૌથી આકર્ષક ફલોટને એક થી ત્રણ નંબર આપવામાં આવશે અને પસંદ થયેલ ફલોટને સન્માનિત પણ કરવામાં આવશે.
ભગવાન શ્રી વિશ્વકર્માની શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો તથા જુદા જુદા વિસ્તારોમાંથી પસાર થશે જેમાં આગળ પ બુલેટ, ૧પ૦ બાઇક અને લગભગ પ૦ થી વધારે ગાડીઓ,ટ્રેકટર, શણગારેલ રથ ભાઇઓ તથા બહેનોના ધૂન મંડળો સાથે જ્ઞાતિજનો જોડાશે. આ શોભાયાત્રાનું સ્વાગત નગરના જુદા જુદા રાજમાર્ગો પર જ્ઞાતિજનો દ્વારા ભવ્ય રીતે ફૂલહારથી કરવામાં આવશે.
શ્રી વિશ્વકર્મા ધામ ખાતે ૧૬ દિકરીઓના ભવ્ય સમૂહલગ્ન બપોરે ર વાગ્યાથી શરૂ થશે આ પ્રસંગે પ.પૂ. સ્વામીશ્રી પરમાત્માનંદ સરસ્વતીજી તથા શાસ્ત્રો શ્રી કૌશિકભાઇ અનંતરાય ત્રિવેદી ઉપસ્થિત રહેનાર છે. સમુહલગ્નની સાથે વર્ષ દરમ્યાન આપેલા અનુદાન બદલ દાતાઓ તથા જ્ઞાતિના ગૌરવ એવા તમામ ઇન્ટિરિયર/ આકીટેકઓ તથા વકીલોને શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન દિવસે રેસકોર્સ મેદાન ''શ્રી વિશ્વકર્મા ધામ'' ખાતે સાંજે પ કલાકે એક સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવશે. સાંજે ૬-૩૦ વાગ્યાથી શ્રી જ્ઞાતિ સમૂહ ભોજન-મહાપ્રસાદ શરૂ થશે.
આ તમામ કાર્યક્રમોમાં સ્વ. પ્રભુદાસ નથુભાઇ ધ્રાંગધરિયા તથા ગં. સ્વ. ચંદ્રિકાબેન પ્રભુદાસ ધ્રાંગધરિયા પરિવાર નો સહયોગ મળેલ હોવાનું છે. સ઼સ્કૃતિ કાર્યક્રમમાંં વિજયભાઇ પ્રભુદાસભાઇ ધ્રાંગધરીયા, જીતેનભાઇ વિજયભાઇ ધ્રાંગધરીયા, જયકુમાર મનોહરભાઇ તલસાણીયા, હિતેશભાઇ મનોહરભાઇ તલસાણીયા, આરઝુબેન ખંભાયતા ડેપ્યુટી કલેકટર સુરેન્દ્રનગર, કર્નલ પ્રમોદભાઇ અંબાસણા ફેકલ્ડી કમાન્ડર, કિશોરભાઇ જોલાપરા પુર્વ મામલતદાર, જયેશભાઇ પીલોજપરા નાયબ મામલતદાર, મુકેશભાઇ ટી.પંચાસરા, પ્રવિણભાઇ અઘારા, દામજીભાઇ ખારેચા, પિયુષભાઇ વ્રજલાલભાઇ અઘારા, હિરેનભાઇ વ્રજલાલભાઇ અઘારા ઉપસ્થિત રહેશે.
પરસોતમભાઇ રૂપાલા સાંસદ રાજકોટ, રામભાઇ મોકરીયા રાજયસભાના સાંસદ, ભાનુબેન બાબરીયા કેબીનેટ મંત્રી, રમેશભાઇ ટીલારા ધારાસભ્ય, ઉદયભાઇ કાનગર ધારાસભ્ય, ડો.દર્શીતાબહેન શાહ ધારાસભ્ય, જયેશભાઇ રાદડીયા ધારાસભ્ય, નયનાબેન પેઢડીયા મેયર, નરેન્દ્રસિંહ જાડેજા ડે.મેયર, ભરતભાઇ બોઘરા ઉપાધ્યક્ષ પ્રદેશ ભાજપ ગુજરાત, મુકેશભાઇ દોશી પ્રમુખ રાજકોટ શહેર ભાજપ, ગોવિંદભાઇ પટેલ પુર્વ ધારાસભ્ય, જયમીનભાઇ ઠાકર ચેરમેન સ્ટે.કમીટી, લીલુબેન જાદવ નેતા શાસકપક્ષ, મનીષભાઇ રાડીયા દંડક, વિક્રમભાઇ પુજારા ચેરમેન શિક્ષણ સમીતી, વિરેન્દ્રસિંહ ઝાલા મહામંત્રી રાજકોટ શહેર ભાજપ, માધવભાઇ દવે મહામંત્રી રાજકોટ ભાજપ, ડો.પ્રવીણભાઇ નિમાવત ચેરમેન શિક્ષણ સમીતી, અશ્વિનભાઇ મોલીયા મહામંત્રી રાજકોટ શહેર ભાજપ તેમજ જયકુમાર મનોહરભાઇ તલસાણીયા, ચંદ્રકાંતભાઇ વાલજીભાઇ કરગથરા, અમૃતભાઇ પ્રાગજીભાઇ પંચાસરા, આનંદભાઇ ધનજીભાઇ પંચાસરા, વિજયભાઇ લાલજીભાઇ તલસાણીયા, કુમારભાઇ વી.પંચાસરા સહીતના ઉપસ્થિત રહેશે.
શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન દિવસે મહારકતદાન શિબીર શ્રી વિશ્વકર્મા મંદીર ઉપરાંત શ્રી વિશ્વકર્મા ધામ, રેસકોર્ષ મેદાન ખાતે પણ બપોરે ર થી ૯ કલાકે રાખવામાં આવેલ છે. તમામ રકતદાતાઓને મુખ્યદાતા વિજયભાઇ ધ્રાંગધરીયા પરીવાર તરફથી મિલ્ટનનું કેશરોલ ભેટ આપવામાં આવશે. આ બન્ને જગ્યાએ યોજાનારા મહારકતદાન કેમ્પમાં તમામ રકતદાતાઓને વધુમાં વધુ રકતદાન કરવા અપીલ કરવામાં આવેલ છે.
આ બે દિવસીય કાર્યક્રમમાં ૬૦૦થી પણ વધુ કાર્યકર્તાઓ સેવામાં જોડાયા છે. આ તમામ કાર્યક્રમોની પુર્વ તૈયારી શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ રસીકભાઇ ડી.બદ્રકીયા, અધ્યક્ષ મુકેશભાઇ આર.વડગામા, કાન્તીભાઇ પી.તલસાણીયા ઉપપ્રમુખ, જગદીશભાઇ સોંડાગર ઉપાધ્યક્ષ, પ્રદીપભાઇ કે.કરગથરા મંત્રી, અરવિંદભાઇ બી.ત્રેટીયા ખજાનચી, ગોરધનભાઇ પી.ચાપાનેરા (સહમંત્રી), કારોબારી સભ્ય હર્ષદભાઇ આર.બકરાણીયા, કિશોરભાઇ એમ.અંબાસણા, હરીભાઇ કે.સીનરોજા, દિલીપભાઇ બી.પંચાસરા, શાંતીલાલ ડી.સાંકડેચા, મીતેશભાઇ એસ.ધ્રાંગધરીયા, જનકભાઇ એન.વડગામા, કિશોરભાઇ આર.બોરાણીયા, કેતનભાઇ એમ. અમીધરીયા, ઘનશ્યામભાઇ જે.દુદકીયા, અને ટ્રસ્ટી દિનેશભાઇ એને ખંભાયતા, વિનયભાઇ એમ.તલસાણીયા, મુકેશભાઇ કે.ભાડેશીયા ઉપરાંત રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ અને જ્ઞાતીની અન્ય સહયોગી સંસ્થાઓ તેમજ જ્ઞાતિના કાર્યકર્તાઓ કાર્ય સંભાળી રહયાંનું યાદીમાં જણાવાયું છે.
કરીયાવરમાં દીકરીઓને ૧૧૧થી વધુ વસ્તુઓ અપાઇ
રાજકોટઃ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ આયોજીત સમૂહ લગ્નોત્સવમાં ગૃહસ્થ જીવનની કેડીએ પ્રભુતામાં પાડેલ નવ દંપતીઓ (૧) ચિ.રાજવી સંગ ચિ.જયકુમાર, (ર) ચિ.પુજા સંગ ચિ.રવિકુમાર, (૩) ચિ.સ્વાતી સંગ ચિ.નિરવકુમાર, (૪) ચિ.માનસી સંગ ચિ.દીપકુમાર, (પ) ચિ.ખુશી સંગ ચિ.પ્રેમલકુમાર, (૬) ચિ.જીનલ સંગ ચિ.સંજયકુમાર, (૭) ચિ.દિશા સંગ ચિ.અંકીતકુમાર, (૮) ચિ.કાજલ સંંગ ચિ.વિશાલકુમાર, (૯) ચિ.અવની સંગ ચિ.સંજયકુમાર, (૧૦) ચિ.રેણુકા સંગ ચિ.શૈલેષકુમાર, (૧૧) ચિ.જયતી સંગ ચિ.મંથનકુમાર, (૧ર) ચિ.ભુમીકા સંગ ચિ.અમીતકુમાર, (૧૩) ચિ.કિર્તી સંગ ચિ.પ્રતીકકુમાર, (૧૪) ચિ.છાયા સંગ ચિ.મેહુલકુમાર, (૧પ) ચિ.સ્નેહા સંગ ચિ.સહદેવકુમાર, (૧૬) ચિ.સુમીતા સંગ ચિ.ધર્મેન્દ્રકુમાર લગ્નગ્ર઼થીથી જોડાઇ સમાજને નવો રાહ અને પ્રેરણા પુરી પાડશે. દરેક કન્યાને જીવન જરૂરી તમામ વસ્તુઓ મુખ્યદાતા વિજયભાઇ પ્રભુદાસભાઇ ધ્રાંગધરીયા તથા અન્ય દાતાઓના સહકારથી લાખેણા કરીયાવર અગાઉ દિકરીઓને સોપવામાં આવેલ છે.
(3:50 PM IST)










