<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

રાજકોટ હિરાસર ડોમેસ્‍ટીક એરપોર્ટ ટૂંક સમયમાં ઈન્‍ટરનેશનલ એરપોર્ટ જાહેર થઈ જશે?

રાજકોટ : આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળતી માહિતી મુજબ રાજકોટ હિરાસર ડોમેસ્‍ટીક એરપોર્ટ ખૂબ જ ટૂંકા સમયમાં ઈન્‍ટરનેશનલ એરપોર્ટ જાહેર થવા જઈ રહ્યુ છે. બીન સત્તાવાર હેવાલો મુજબ શ્રી પ્રણેશ પાઠક, ચીફ કમિશ્નર ઓફ કસ્‍ટમ્‍સ, ગુજરાત ઝોન, અમદાવાદની આગેવાની, માર્ગદર્શન તેમજ અંગત રસને લીધે તથા શ્રી ધીરેન્‍દ્ર લાલ, કમિશ્નર ઓફ કસ્‍ટમ્‍સ, જામનગર દ્વારા લેવાયેલ જરૂરી નિરીક્ષણ રીપોર્ટીંગ બાદ જાણવા મળ્‍યા મુજબ વિગતવાર રિપોર્ટ સેન્‍ટ્રલ બોર્ડ ઓફ કસ્‍ટમ્‍સ, ન્‍યુ દિલ્‍હીને મોકલાઈ ગયો અને પરિણામે જેની સૌરાષ્‍ટ્રવાસીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે રાજકોટ હિરાસર ડોમેસ્‍ટીક એરપોર્ટ ખૂબ જ ટૂંકા સમયમાં ઈન્‍ટરનેશનલ એરપોર્ટ જાહેર થવા જઈ રહ્યુ છે. ઈન્‍ટરનેશનલ એરપોર્ટ જાહેર થવાથી સૌરાષ્‍ટ્ર માટે વિદેશ સાથેના વ્‍યવહારો, મુલાકાત, આયાત - નિર્યાત વગેરે સરળ બનશે અને સમય પણ બચશે.

 

(12:14 PM IST)