<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

વાવડીમાં બે વર્ષના કિયાનનું તાવ, શરદી થયા બાદ મોતઃ ધોરજીયા પરિવારમાં શોક

સાંજે તબિયત બગડતાં ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરાયોઃ સવારે દમ તોડી દીધો

રાજકોટ તા. ૭ઃ ગોંડલ રોડ પર વાવડી ગામ વૃંદાવન રોડ પર સરકારી ટાઉનશીપ એચ-૧૦૮માં રહેતાં કિશનભાઇ ધોરજીયા અને પાયલબે ધોરજીયાના પુત્ર કિયાન (ઉ.વ.૨)ની સાંજે તબિયત બગડતાં સારવાર માટે કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ વહેલી સવારે તેનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

બનાવની જાણ ઝનાના હોસ્પિટલ મારફત એ-ડિવીઝનમાં અને ત્યાંથી માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવતાં એએસઆઇ ગોૈતમભાઇ અને ભોજભાઇએ જરૃરી કાર્યવાહી કરી હતી. સગાના કહેવા મુજબ કિયાનને બે ત્રણ દિવસથી તાવ-શરદી લાગુ પડ્યા હોઇ દવા ચાલુ હતી. સાંજે તબિયત બગડી જતાં સારવાર માટે દાખલ કરાયેલ પણ સવારે મૃત્યુ થયું હતું. બનાવથી ધોરજીયા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બાળકના પિતા કિશનભાઇ પ્રાઇવેટ નોકરી કરે છે. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. (૧૪.૭)

(2:55 PM IST)