<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

એક વર્ષથી વીજ બીલ નહિં ભરનાર માથાભારે ગ્રાહકો ઉપર તૂટી પડવા આદેશોઃ ચેકીંગનો ધમધમાટ

ગાંધીગ્રામ-નહેરૂનગરમાં ચેતવણી આપી દેવાઇઃ આવા કૂલ ૩૦૦થી વધુ કનેકશનોઃ કોર્પોરેટ ઓફીસનો દરેક વીજ સબ ડિવીઝનને હુકમોઃ ૧૦ હજારથી માંડી ૧ લાખ સુધીની બાકી બોલે છે

રાજકોટ તા. ૭: પીજીવીસીએલનું તંત્રે બાકીદારો વીજ ગ્રાહકો સામે લાલ આંખ કરી છે, નગરપાલીકાઓ-ગ્રામ પંચાયતોને નોટીસો તથા લોડ વધારા અંગે ચેકીંગની કાર્યવાહી બાદ હવે રાજકોટના માથાભારે વીજ ગ્રાહકો સામે ઓપરેશન હાથ ધર્યું છે.

વીજ તંત્રના ટોચના અધીકારી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ કોર્પોરેટ ઓફીસે રાજકોટના તમામ વીજ સબ ડિવીઝનને સૂચના આપી આવા માથાભારે વીજ ગ્રાહકોના કનેકશનો ઉડાડી દેવા આદેશો કર્યા છે.

વિગતો મુજબ દરેક વીજ સબ ડિવીઝન પહેલા આખરી ચેતવણી આપશે, અને ૮ દિ' બાદ પૈસા નહીં ભરે તો કનેકશન કાપી નાંખશે, આવું ચેકીંગ પણ શરૂ થઇ ગયું છે, ગઇકાલે ગાંધીગ્રામ-નહેરૂનગરમાં એક વર્ષથી વીજ બીલ નહિં ભરતા ૭ જેટલા આસામીઓને ઝપટે લઇ આખરી ચેતવણી આપી દેવાઇ છે.

શહેરના ર૦ જેટલા સબ ડિવીઝનમાં થઇને આવા કૂલ ૧ વર્ષથી નાણા નહિં ભરતા ૩૦૦થી વધુ વીજ ગ્રાહકો છે, કે જેમની ૧૦ હજારથી માંડીને ૧ લાખ સુધીની બાકી બોલે છે, આ તમામ નાણા નહીં ભરે તો વીજ કનેકશન ઉડાડી દેવાશે તે હકિકત છે.

(3:05 PM IST)