<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

શ્રી માધવરાયજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્યામ મંદિર ખાતે સોમવારે રકતદાન કેમ્પ

શ્રી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ૪૫૦ થી ૫૦૦ રકતની બોટલ એકત્ર થવાનો અંદાજ ઃ મહેમાનોની ઉપસ્થિતિ

રાજકોટઃ શ્રી માધવરાયજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વકર્મા જયંતીની ઉજવણી નિમિત્તે તા.૧૦ને સોમવારે ''શ્યામ મંદિર'', રીંગ રોડ બાયપાસ, કોઠારીયા ચોકડી ખાતે સવારે ૭ થી બપોરે ૧૨ઃ૩૦ વાગ્યા સુધી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી નિયમીત રીતે વર્ષમાં ૩ વખત રકતદાન કેમ્પ કરીને થેલેસેમીયા પીડીત બાળકો તેમજ દર્દીઓને રકત પુરૃ પાડવામાં આવે છે. લાઇફ અને રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી રકતદાન કેમ્પ યોજાશે. આશરે ૪૫૦થી ૫૦૦ સીસી રકતની બોટલ એકત્ર થવાનો અંદાજ છે.

આ કેમ્પમાં વિજયભાઇ રૃપાણી, પરસોત્તમભાઇ રૃપાલા, રામભાઇ મોકરીયા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, મુકેેશભાઇ દોશી, રમેશભાઇ ટીલાળા, ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, નયનાબેન પેઢડીયા, જૈમિનભાઇ ઠાકર, કશ્યપભાઇ શુકલ, ધનસુખભાઇ ભંડેરી, રવજીભાઇ મકવાણા, વિનુભાઇ ઘવા, શ્રીમતી દક્ષાબેન વાઘેલા, સંજયસિંહ રાણા, શ્રીમતી ભારતીબેન પડલીયા, વિનુભાઇ સોરઠીયા, અને રાણાભાઇ સાગઠીયા હાજર રહેશે.

ટ્રસ્ટ દ્વારા મેડીકલ સાધનોની નિઃશુલ્ક સેવા, સર્વજ્ઞાતિને રાહતદરે ચોપડા વિતરણ, ટ્રસ્ટ પરીવાર વિદ્યાર્થી સન્માન સમારોહ, સહિતની પ્રવૃતિઓ કરવામાં આવતી હોવાનું યાદીમાં જણાવાયું છે.

આયોજન માટે ટ્રસ્ટનાં પ્રમુખ નિલેશભાઇ ચાવડા, ઉપપ્રમુખ જતીનભાઇ મારૃ, મંત્રી રિતેશભાઇ ટાંક, ખજાનચી સંદીપભાઇ મકવાણા, સહમંત્રી મનોજભાઇ રાઠોડ, વિપુલભાઇ ટાંક, હિતેષભાઇ ભાલિયા, કે.જે.ચાવડા, રાકેશભાઇ પરમાર, રાકેશભાઇ ટાંક, નિખીલભાઇ ટાંક, કિશનભાઇ સોલંકી, નરેન્દ્રભાઇ જેઠવા, ધરમેન્દ્રભાઇ રાઠોડ, નીલેષભાઇ ચોટલીયા, કમલેશભાઇ વરૃ, જયભાઇ સોલંકી, વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)(૪૦.૧૨)

(3:11 PM IST)