<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

કેબીસીમાં રાજકોટના પૂજાબેને બનાવેલ ચોકલેટ છવાઇ ગઇ

રાજકોટ ઃ કૌન બનેગા કરોડપતી શો માં રાજકોટના પૂજાબેન માણેકે બનાવેલ ચોકલેટની નોંધ લેવાઇ હતી. રાજકોટના આ પરિવારે દર્શક તરીકે ભાગ લીધેલ. તેઓએ કસ્ટમાઇઝડ ફોટો ચોકલેટ બનાવી અમિતાભ બચ્ચનને ભેટ આપતા તેઓ ખુશ થઇ ગયા હતા. ખુબ સરસ ફોટાવાળી ચોકલેટથી તેઓ પ્રભાવીત થયેલ અને આ કલા બદલ પૂજાબેનને અભિનંદન આપેલ. તેમની સાથે સેલ્ફી લઇ બહુમાન આપ્યુ હતુ. પૂજાબેન માણેક રાજકોટના જાણીતા શિવ સ્ટુડીયોના સંચાલક ભાવિનભાઇ ખખ્ખરના મોટાબેન થાય છે. હાલ વિરપુર શ્રી જલારામ મંદિર આયોજીત પૂ. મોરારીબાપુની શ્રીરામ કથામાં આરતીની થાળી બનાવવાનું કામ તેઓ સંભાળી રહ્યા છે. પૂજાબેન કસ્ટમાઇઝડ ફોટો ચોકલેટ ઉપરાંત શ્રીનાથજી બાવાની ધજાનો શણગાર, લગ્નની છાબનું ડેકોરેશન, કસ્ટમાઇઝડ રાખડી, દીવાળી ડેકોરેશન જેવી અનેક હેન્ડીક્રાફટ વેરાઇટી બનાવે છે. બાળકો અને ગૃહીણીઓ માટેની સ્પર્ધાઓમાં લેખિકા કાજલ ઓઝા વૈદ્ય સાથે નિર્ણાયકની ભૂમિકા પણ ભજવી ચુકયા છે. કેબીસીમાં અમિતાભ બચ્ચન સાથે પૂજાબેન માણેક અને તેમના પરિવારે ખેંચાવેલી વિવિધ તસ્વીરો અહીં નિહાળી શકાય છે.

(4:14 PM IST)