<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

આરસીસી બેંકના પુરૃષોતમ પીપરીયાને વૈશ્વિક કક્ષાનો ''બેસ્ટ યુનિવર્સલ સીઇઓ''તરીકેનો એવોર્ડ એનાયત થયો

૧૯ સહકારી બેંકોના સીઇઓની નિમણુંક કરવામાં અહમ્ ભૂમિકા ભજવનાર

 

 

પ્રસ્તુત પહેલી તસ્વીરમાં આરસીસી બેંકના ચેરપર્સન ડો.બીનાબેન કુંડલીયા સીઈઓ ડો.પુરૃષોત્તમ પીપરીયાને મળેલ Universal Icon Achievers Award બદલ અભિનંદન પાઠવતા દ્રષ્ટિગોચર થાય છે, બીજી તસ્વીરમાં આરસીસી બેંકના સીઈઓ ડો. પુરૃષોત્તમ પીપરીયા અને ડીજીએમ પ્રકાશ રોનાવલા શ્રી બાર્ગેશ્વર બેનર્જીના વરદ હસ્તે બેંકને મળેલ બ્લુ રિબીન બેસ્ટ બેંકનો એવોર્ડ સ્વીકારતા દ્રષ્ટિગોચર થાય છે તેમજ ત્રીજી તરવીરમાં ડો.પરૃષોત્તમ પીપરીયા સેમીનારમાં પ્રત્યુતર આપતા દ્રષ્ટિગોચર થાય છે.

રાજકોટઃ ન્યૂ દિલ્હી મુકામે ઇકોનોમિક ગ્રોથ ફાઉન્ડેશન દ્વારા જાજરમાન એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવેલ, જેમાં વિશ્વભરની બેંકોના સીઈઓએ નામાંકન કરેલ હતું. આ એવોર્ડ સેરેમનીમાં આર્થિક અને સામાજીક વિકાસના વૈશ્વિકરણ પર રાષ્ટ્રીય સમિટના પ્રસંગે બેંકિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ, ઉચ્ચતમ સિધ્ધી અને નોંધપાત્ર ભૂમિકા ભજવવા બદલ આરસીસી બેંકના સીઈઓ અને જનરલ મેનેજર ડો. પુરૃષોત્તમ પીપરિયાને બેસ્ટ સીઇઓ માટે Universal Icon Achievers Award એનાયત થયેલ હોવાથી સમાજ શ્રેષ્ઠીઓ,

સહકારી તજજ્ઞો અને વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો અને બેંક સ્ટાફ પરિવારગણ તરફથી ખૂખ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહેલ છે.

તાજેતરમાં બેંકોૅ દ્વારા આંબેવેલી સીટી, લોનાવલા (મહારાષ્ટ્ર) મુકામે ૩ દિવસનું ૅબ્લુ રીબીન સેરેમની અને બેકો એડવાન્ટેજ એન્યુઅલ સમીટ-૨૦૨૫નું આયોજન કરવામાં આવેલ. આ સમીટમાં ભારતભરની કો-ઓપરેટીવ બેંકોને અલગ અલગ કેટેગરીમાં સને ૨૦૨૪ ના વર્ષ માટે બેસ્ટ પરર્ફોમન્શનો અવોર્ડ એનાયત કરવામાં આવેલ. જેમાં વિ રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી. ને પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત થતા હર્ષ અને ખુશીનો માહોલ છવાયેલ છે. આ એવોર્ડ રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા ના (CGM-DOS, (Retd.) શ્રી ભાર્ગેશ્વર બેનર્જીના વરદ હસ્તે અર્પણ કરવામાં આવેલ હતો.

આ બન્ને કાર્યક્રમમાં ભારતભરની કો-ઓપરેટીવ બેંકોના ચેરમેન, એમ.ડી., વાઈસ ચેરમેન તેમજ સીઇઓ, ડીજીએમ, એજીએમ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહેલ હતા.

બેંકના ચેરપર્સન ડો.બીનાબેન કુંડલીયાએ જણાવેલ હતુ કે, બેંકિંગ ક્ષેત્રે કલાર્કમાંથી સીધા જ સીઈઓ તરીકે પસંદ થનાર ડો.પુરૃષોત્તમ પીપરીયાએ જીલ્લા સંઘ, રાજ્ય સંઘ, બેંક ફેડરેશન્સ, બેંકસ, સહકાર ભારતી, સીએ ઇન્સ્ટિટયુટ, લો કોલેજ, કોમર્સ કોલેજ સહિત અનેક સંસ્થાઓ દ્વારા યોજાયેલા રીકવરી, રાઈટ ઓફ, KYC PML, ALM, DEAF, OSS, HR, એડવાન્સીસ મેનેજમેન્ટ, ઈન્વેસ્ટમેન્ટ, એનપીએ મેનેજમેન્ટ, સેક્રેટરીયલ પ્રોસીજર, પ્રિવેન્શન ઓફ રેકોર્ડ, વાર્ષિક હીસાબી પત્રકો, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ બીઝનેશ કન્ટીન્યુટી પ્લાન, કોર્પોરેટ ગવર્નન્સ, ફેર પ્રેકિટસ, રાઈટ ટુ ઈન્ફોર્મેશન, બેંકીંગ લોકપાલ, સીટીઝન ચાર્ટર, અર્નીંગ પ્લાનીંગ, ડીપાર્ટમેન્ટલ ઈન્કવાયરી, સહીત આશરે પચાસથી વધુ વિષય પરત્વેના ૧૦૦૦ ઉપરાંત સેમીનાર/ટ્રેનીંગ પ્રોગ્રામમાં માસ્ટર ઓફ પેનલ ડિસ્કનિષ્ટ, મેન્ટર, લેકચરર, કિ-નોટ સ્પીકર તરીકે અહમ્ ભૂમિકા ભજવી સહકારી ક્ષેત્રના પ્રશ્નોના નિરાકરણ માટે સચોટ ઉપાયો સુચવી પ્રત્યુતરો આપ્યા છે. સેમિનાર/ટ્રેનીંગ પ્રોગામમાં સહકારી ક્ષેત્રના સીઈઓ, મેનેજીંગ ડિરેકટર્સ, ચેરમેન સહિત ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એડવોકેટ, કંપની સેક્રેટરી, એમબીએ સ્ટુડન્ટ સહિત અનેક ક્ષેત્રના પ્રોફેશનલ પાર્ટિસિપન્સ તરીકે ઉપસ્થિત રહી સક્રિય રસ લઈ વિચારોનું આદાન પ્રદાન કરેલ છે.

આ સમીટમા બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર પ્રકાશ શંખાવલાએ પણ ખાસ મંતવ્ય આપતા જણાવેલ હતું કે, આરસીસી બેંક આજે જે પરિસ્થિતીમાં છે તેનો શ્રેવ માત્ર ને માત્ર શ્રીપીપરીયા સાહેબને જાય છે. બેંકને માઈનસ નેટવર્ધ માંથી પાસ નેટવર્થમાં બાવી આજે ઉચ્ચતમ કક્ષાએ પહોંચાડવામાં પીપરીયા સાહેબ સક્ષમ રહ્યા છે. ૬૬ વર્ષની વયે પણ તેઓ સતત હાર્ડવર્ક કરી હજુ બેંકને આગળ કેમ ધપાવવી તેના માટે કાર્યશીલ રહે છે. સીઈઓ શ્રીપીપરીયા બેંક ઉપરાંત અનેક ક્ષેત્રમાં કુશળતાપૂર્વક કામગીરીઓ બજાવવામાં સક્ષમ રહેલ છે અને ૯ સંસ્થાઓમાં માનદ્ સીઈઓ તરીકે પણ કાર્યરત છે જે બેંક માટે એક ગૌરવવંતી બાબત છે.

સીઈઓ પીપરીયાના માર્ગદર્શન હેઠળ આજે આરસીસી બેંક જે ઉચ્ચતમ દિશામાં જઈ રહી છે તે સરાહનીય છે. ગ્રાહકોની ઇચ્છાને વાચા આપવામાં આરસીસી બેંક લાજવાબ કાર્ય કરી રહી છે તે નોંધનીય છે. આરસીસી બેંકે અનેક સિધ્ધિઓ હાંસલ કરીને બેંકના ઇતિહાસને વધારે ગૌરવશાળી બનાવેલ છે એમ -પ્રકાશ શંખાવલાએ જણાવેલ હતું.  બેંકના આસીસ્ટન્ટ જનરલ મેનેજર જુલીબેન સખરેલીયાએ જણાવ્યું હતુ કે, ડો.પુરૃષોત્તમ પીપરીયાએ સહકારી ક્ષેત્ર પરત્વે હરહંમેશ સકારાત્મક અભિગમ દાખવીને પરીવારના ભોગે પણ સહકારી ક્ષેત્રની ઉન્નતિ માટે ૬૫ વર્ષની ઉંમરે પણ સતત ૧૫-૧૫ કલાક કામ કરીને સહકારી ક્ષેત્ર સહિત અનેક ક્ષેત્ર વિષયક પુસ્તકોનું લેખન કરી ૧૦૦ થી પણ વધુ પુસ્તકો સહકારી ક્ષેત્રને વિનામૂલ્યે પ્રદાન કરેલ છે.

હ્યુમન રિસોર્સીસના સંદર્ભે સહકારી ક્ષેત્રે ડો. પીપરીયાનુ પદાર્પશ ખૂબ જ મહત્વનું રહ્યું છે. અર્બન સહકારી બેંકોમા સર્વોચ્ચ પદ માટે ફીટ એન્ડ પ્રોપર ક્રાઇટેરીયા ધરાવતા સીઈઓ મળવા મુશ્કેલ હોવા છતા ગુજરાતની ૧૯ અર્બન સહકારી બેંકોમાં ફીટ એન્ડ પ્રોપર ક્રાઇટેરિયા ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં અહમ્ ભૂમીકા ભજવી સીઈઓ તરીકેની નિમણુંક આપવામાં સફળ રહ્યા છે. શિસ્તના આગ્રહી ડો. પુરૃષોત્તમ પીપરીયાએ જુદી જુદી ૯ સંસ્થાઓમા સીઈઓ તરીકે કાર્યરત રહી ગેરવર્તણુંક અને ગેરરિતી આચરનાર ૧૦૦+ કર્મચારીઓની હકાલપટ્ટી કરી સંસ્થાના વહિવટને સુચારૃ બનાવવા સરાહનીય ફરજ બજાવેલ છે.

ડો. પુરૃષોત્તમ પીપરીયાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રાપ્ત કરેલ એવોર્ડસ અને સિધ્ધીઓની દ્રષ્ટિ કરીએ તો, Frontiers in Cooperative Banking Awards (FCBA) દ્વારા સને-૨૦૧૫ માં બેસ્ટ CEO નો રાષ્ટ્રીય લેવલનો એવોર્ડ, નેશનલ લેવલની સંસ્થા ઈકોનોમીક ગ્રોથ ફાઉન્ડેશન ન્યુ-દિલ્હી દ્વારા સને-૨૦૧૭ માં બેસ્ટ લીડરશીપ એવોર્ડ ફોર બેંકીંગ સેકટરૅ નો એવોર્ડ, નેશનલ લેવલની સંસ્થા ઓલ ઇન્ડીયા બિઝનેશ ડેવલોપમેન્ટ એસોશીએશન દ્વારા સને-૨૦૧૭ માં ડો. એ.પી.જે. અબ્દુલ કલામ સદભાવના એવોર્ડૅ, નેશનલ લેવલની સંસ્થા ઓલ ઇન્ડીયા બિઝનેશ ડેવલોપમેન્ટ એસોશીએશન દ્વારા સને-૨૦૧૭ માં નેલ્સન મંડેલા સદ્દભાવના એવોર્ર્ડ નેશનલ લેવલની સંસ્થા ઇકોનોમીક ગ્રોથ ફાઉન્ડેશન દ્વારા સને-૨૦૧૭ માં બેસ્ટ લીડરશીપ એવોર્ડૅ, આર્થિક અને સામાજીક વિકાસના વૈશ્વિકરણ પર રાષ્ટ્રીય સમિટના પ્રસંગે ભેંકિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ, ઉચ્ચતમ સિધ્ધિો અને નોંધપાત્ર ભૂમિકા  ભજવવા બદલ બેસ્ટ સીઇઓ માટે Universal Icon Achievers Award, સને-૨૦૧૭ માં ઇન્ટરનેશનલ લેવલની ડોકટરેટ ઈન બેન્કીંગ એન્ડ લીગલ આસ્પેકટ ઓફ બેન્કીંગ ડોકટરેટની પદવી હાંસલ કરેલ. ૨૦૨૩ માં હિન્દી ભાષામાં કોવિદ પરિક્ષામાં ઉચ્ચ ક્રમાંક હાંસલ કરેલ. CAG દ્વારા રચાયેલ ઓડિટ સલાહકાર બોર્ડમાં ઓડિટની અસરકારકતા વધારવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યમાં સમયાંતરે રાજ્ય સ્તરીય ઓડિટ State level Audit Advisory Board (SAAB) ની રચના કરવામાં આવે છે જેમાં ઓડિટીંગને વધુ સારૃ, સુદ્રઢ અને ઉપયોગી બનાવવા માટે વર્ષ-૨૦૨૩ માં નિમણુંક કરવામાં આવેલ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સને ૨૦૧૫-૧૬ માં બેસ્ટ કોમ્પલીમેન્ટ એવોર્ડ, વર્ષ ૨૦૨૨ માં સહકારી પ્રવૃતિની શિક્ષણ તાલિમની કાર્યશૈલીમાં ૧૦૦૦ મો સેમીનાર સંપન્ન કરતા ફેડરેશન તથા જીલ્લા સંઘ દ્વારા સન્માનીત સાથેના એવોર્ડ સહિત ડો. પુરૃષોત્તમ પીપરીયાએ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલના એવોડ્સ તેમજ અનેક ઉચ્ચતમ કક્ષાની સિધ્ધીઓ અને પદવીઓ હાંસલ કરેલ છે જે ગૌરવવંતી બાબત છે. 

રાહકારી અને બેંકિંગ કાયદાઓમાં સવિશેષ તજજ્ઞતા ધરાવતા ડો. પીપરીયા ઈન્કમટેકસ એકટ, સીવીલ પ્રોસીઝર કોડ, રેવન્યુ એકટ, લેબર સંદર્ભીત કાયદાઓ સહિત અનેક કાયદાઓમાં પારંગત હોવાથી કાયદેઆઝમના ઉપનામ તરીકે પ્રખ્યાત છે.  ડો.પીપરીયાએ સહકારી ક્ષેત્રના અભ્યાસ માટે યુરોપના જર્મની, ઈટાલી, ફ્રાન્સ, નેધરલેન્ડ, ઓસ્ટ્રીયા, સ્વીત્ઝર્લેન્ટ, લીન્ચસ્ટેટન્સ, મોનાર્કો, મોન્ટેકાર્લો, બેલ્જીયમ, ઇંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ તેમજ અમેરીકા ખંડના ન્યુયોર્ક, કેલીફોર્નીયા, લોસએન્જલ્સ, લાસવેગાસ, સનફ્રાન્સીસ્કો, સેન્ટલુઈસ, ઓર્લેન્ડો, પેન્સીવેન્યા, વોશીંગ્ટન ડી.સી., કેનેડા, અલાસ્કા તેમજ આફ્રિકા ખંડના કેન્યા, તાન્ઝાનીયા તેમજ ઓસ્ટ્રેલીયા, ન્યુઝિલેન્ડ સહિત વિશ્વના સાત ખંડના અનેક દેશોની સ્વખર્ચે મુલાકાત લઈ વિશ્વસ્તરના કોર્પોરેટ ગવર્નન્સ થકી બેંકનો વહીવટ ચલાવવા માટે વિદેશી બેંકોની -કૃતિ અને કસ્ટમર સર્વિસનો અભ્યાસ કરેલ છે તે નોંધનીય બાબત છે.  ડો. પુરૃષોત્તમ પીપરીયાને મળેલ એવોર્ડનો પ્રત્યુતર આપતા જણાવેલ કે, કોઈપણ સફળતા સંયુકત પ્રયાસોથી મળતી હોય છે.

મને  પ્રોત્સાહિત કરનાર બેંકના ચેરપર્સનશ્રી બિનાબેન કુંડલીયા સહિત બેંકના બોર્ડ ઓફ ડીરેકટર્સના સભ્યો અને સાથે સહકાર આપનાર બેંકોનો ખૂબ ખૂબ આભારી છું તેમજ આ એવોર્ડ મારી ઉપર અમાપ ભરોસો રાખનાર બેંકના આધ્યસ્થાપક સ્વ.શ્રી જયંતિભાઈ કુંડલીયાના ચરણોમાં અર્પણ કરૃ છું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બેંકના ડીજીએમ પ્રકાશ શંખાવલા અને એજીએમ જુલીબેન સખરેલીયાના નેતૃત્વમાં સમગ્ર સ્ટાફ પરીવારે જહેમત ઉઠાવી હતી.

*પુરૃષોત્તમ પીપરીયાને મળેલ બેસ્ટ સીઈઓના એવોર્ડ ઉપરાંત ખ્યાતનામ  મેગેઝીન બેંકો દ્વારા આરસીસી બેંકને બેસ્ટ બેંકનો એવોર્ડ મળતા ગ્રાહકોમાં      પ્રસન્નતા વ્યાપી ગઈ *બેંકિંગ ક્ષેત્રમા કલાર્ક કેડરમાથી સીધા જ સીઈઓ તરીકેના સર્વોચ્ચ પદ ઉપર ડો.પુરૃષોત્તમ પીપરીયાની નિમણુંક થયાનો દેશભરમા પ્રથમ અને એકમાત્ર કિસ્સો, ૧૯ બેંકોમાં ફીટ એન્ડ પ્રોપર ક્રાઇટેરિયા ધરાવતા સીઇઓ તરીકેની પસંદગીમા ડો.પુરૃષોત્તમ પીપરીયાની અહમ્ ભૂમિકા * ૯ સંસ્થાઓમા સીઈઓ તરીકેની ફરજ બજાવનાર ડો.પુરૃષોત્તમ પીપરીયાએ ગેરશિસ્ત/ગેરરિતી આચરનાર ૧૦૦+ કર્મચારીઓની હકાલપટ્ટી કરી માનવ સંશાધનને મજબુતી પ્રદાન કરી*  સહકારી ક્ષેત્રેના જુદા જુદા વિષય ઉપર ૧૦૦ ઉપરાંત પુસ્તકો લખી સહકારી ક્ષેત્રને વિનામૂલ્યે વિતરણ કરાતા સહકારી સંસ્થાઓ તરફથી પ્રશસ્તિ પત્રો એનાયત થયા , ડો.પુરૃષોત્તમ પીપરીયાએ હજાર ઉપરાંત સેમિનાર/ટ્રેનિંગમા પેનલ ડિસ્કનિષ્ટ, મેન્ટર, લેકચરર, કિ-નોટ સ્પીકર અને જયૂરી તરીકે વિનામૂલ્યે સેવા-પ્રદાન કરી

(3:17 PM IST)