News of Friday, 7th February 2025
માધાપર ખાતે ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પનો ૯૭ દર્દીઓએ લાભ લીધો

રાજકોટઃ તાજેતરમાં કામદાર જનરલ હોસ્પિટલ અને કામદાર હોમીયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ રીસર્ચ સેન્ટર રેપરટરી વિભાગ ડો. બિમલા ધોલીવાલ, ડો. સુનીલકુમાર દ્વારા વસંધરા ઓમકાર સોસાયટી, માધાપર, રાજકોટ ખાતે ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નો ૯૭ જે સ્થાનિક લોકોએ લાભ લીધેલ હતો. જેમાં તેમને આરોગ્યલક્ષી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કામદાર એજયુકેશન ટ્રસ્ટના ડાયરેકટર શ્રી પરેશભાઇ કામદાર અને પ્રિન્સિપાલ શ્રી રજનેશ શર્માના માર્ગદર્શન માં ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ સંપન થયાનું જણાવાયું છે.
(3:17 PM IST)










