<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

વીવીપી કોલેજના વધુ ચાર વિદ્યાર્થીઓએ હાંસલ કર્યો જી.ટી.યુનો ગોલ્ડ મેડલ

 

રાજકોટ, તા.૬ઃ  સાથે કાર્યરત રાજકોટની વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના ચાર વિદ્યાર્થીઓને તાજેતરમાં જીટીયુ દ્વારા પ્રસિદ્ધ થયેલ પરિણામોમાં ગોલ્ડ મેડલ મળ્યા છે. આ સાથે વી.વી.પી. ના વિદ્યાર્થીઓને મળેલ યુનિવર્સીટી ગોલ્ડ મેડલની સંખ્યા ૮૦ પર પહોંચી છે. 

વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના  વિદ્યાર્થીઓ કુ. ધ્રુવી પોકલ (ઇલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનીકેશન),કેવીન નાકરાણી (કેમીકલ), ઓમ ચાવડા (ઇલેકટ્રીકલ) અને શ્રી કિશન ઝીલકા (બાયોટેકનોલોજી) ને તાજેતરમાં જીટીયુ દ્વારા પ્રસિદ્ધ થયેલા પરિણામોમા ગોલ્ડ મેડલ મળ્યા છે. ગોલ્ડ મેડાલીસ્ટ વિદ્યાર્થીઓએ પોતાની સફળતાનો શ્રેય વી.વી.પી. દ્વારા આપવામાં આવતા શિક્ષણ અને સાથે સહશૈક્ષણિક પ્રવૃતિઓને આપેલ છે.

આ તકે સંસ્થાના ટ્રસ્ટીઓ  કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, શ્રી હર્ષલભાઈ મણીઆર, ડો. નરેન્દ્રભાઈ દવે, ડો. નવિનભાઇ શેઠ, આચાર્ય ડો. પિયુષભાઇ વણઝારા, તમામ વિભાગના વડાશ્રીઓ તથા સમગ્ર કર્મચારી ગણ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં

(3:18 PM IST)