<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

હેડ પોસ્ટ ઓફિસ ખાતે આધારકાર્ડ કામગીરી માટે સ્પે.ત્રણ કાઉન્ટર ખોલાયા

રાજકોટ,તા.૭ ફેબ્રુઆરી - રાજકોટ મુખ્ય પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડની કામગીરી માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અરજદારોને સરળતા પડે, તેઓનો સમય બચે તે હેતુથી વિશેષ વ્યવસ્થા કરી ત્રણ કાઉન્ટર કાર્યરત કરાયા છે.

જેમા કાઉન્ટર એકનો સમય સવારે ૮ થી સાંજના ૪ કલાક સુધી જેમા સવારે ૮ થી ૯ઃ૪૫ દરમિયાન ટોકન આપવામા આવશે. કાઉન્ટર ૨ નો સમય સવારે ૧૦ થી સાંજના ૬ કલાક સુધી રહેશે જેમા પૂછપરછ કાઉન્ટર પરથી ૯ઃ૪૫થી ટોકન આપવામા આવશે. આ બન્ને કાઉન્ટરમાં નવા આધાર કાર્ડ તથા આધાર કાર્ડમાં જરૃરી ફેરફાર કરવા માટે, તથા કાઉન્ટર ૩ પરથી સવારે ૯ કલાક થી સાંજના ૫ કલાક દરમિયાન ફકત મોબાઇલ નંબર અપડેટ કરવાની કામગીરી કરાશે.

(3:19 PM IST)