<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

રૂડા તંત્ર લાલઘુમઃ કાલાવડ રોડ પરના ર બીએચકેના ૪પ ફલેટ રદ

આજદિન સુધી આવાસ ધારકો દ્વારા દસ્‍તાવેજ, ભાડા કરાર નહિ કરાવતા નિર્ણય

રાજકોટ તા. ૭ :..  શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા કાલાવડ રોડ ખાતે બનાવવામાં આવેલ  LIG  પ્રકારના આવાસોમાં આજદિન સુધી દસ્‍તાવેજ/ભાડાકરાર કરાવેલ ન હોય તેવા ૪૫ આવાસ ધારકોનાં આવાસો રદ કરવામાં આવ્‍યા

 શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા મુખ્‍યમંત્રી ગળહ યોજના અંતર્ગત LIG પ્રકારના ટી.પી.૧૦ એફ.પી.૩૨/એ, (મોટામવા), આદર્શ અને શ્રી હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, સરિતા વિહાર સોસાયટીની બાજુમાં, કાલાવડ રોડ,  આવાસો આવાસ ધારકોને ફાળવેલ છે. જેમના દ્રારા રૂડાનાં આવાસનો દસ્‍તાવેજ, ભાડાકરાર આજદિન સુધી કરાવેલ ન હોય. આ બાબતે લાભાર્થીઓને રૂડા કચેરીએથી વારંવાર નોટીસ આપવામાં આવેલ છે.

પરંતુ, આજદિન સુધી આવાસ ધારકો દ્રારા દસ્‍તાવેજ, ભાડાકરાર કરાવેલ નથી. આ બાબતે બોર્ડ બેઠકમાં ઠરાવ્‍યા મુજબ આવા આવાસ ધારકોનાં આવાસો રદ કરવામાં આવે છે.      

આ બાબતે કોઇપણ પ્રકારનાં વાંધાવચકા હોય તો   દિન-૭માં રૂડા કચેરીનાં કામકાજનાં સમય દરમ્‍યાન આવાસ શાખાનો સંપર્ક કરવા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના મુખ્‍ય કારોબારી અધિકારી, જી. વી. મીંયાણીની યાદીમાં જણાવાયું છે.

(3:55 PM IST)