<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

મનપાના ટાઉન પ્‍લાનીંગ ઓફિસરનો કિરણ સુમરાએ ચાર્જ સંભાળ્‍યોઃરજા ઉપર

પ્રવરનગર નિયોજકને વધારાનો હવાલોઃ રૂડાના ટાઉન પ્‍લાનીંગ ઓફીસર એસ.એમ. પંડયા પાસેથી છીનવાયોઃ

રાજકોટ તા. ૭ : રાજકોટમાં ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ તત્‍કાલીન ટાઉન પ્‍લાનરઓફીસરની ધરપકડ કરવામાં આવેલ અને તેમની ખાલી થયેલ જગ્‍યા પર સરકાર દ્વારા ઈન્‍ચાર્જ તરીકે એસ.એમ. પંડ્‍યાની નિમણુંક કરવામાં આવેલ પરંતુ  સરકારે ગઈકાલે પંડયા પાસેથી ટાઉન પ્‍લાનરનો ચાર્જ છીનવી ઈન્‍ચાર્જ તરીકે કિરણ સુમરાની નિમણુંક જાહેર કરતાં નવા ટીપીઓચાર્જ સંભાળી લાંબી રજા પર ઉતરી ગયાનું સુત્રોએ જણાવ્‍યું હતું.

રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ પછી ટાઉન પ્‍લાનીંગ ઓફીસર તરીકે રાજકોટ શહેરી વિકાસ સતા મંડળના ઓફિસર એસ.એમ.પંડયાને ટાઉન પ્‍લાનિંગ ઓફિસરનો ચાર્જ સોંપવામા આવ્‍યો હતો. જોકે ગઇકાલે ે તાત્‍કાલિક પંડ્‍યા પાસેથી ચાર્જ છીનવાયો છે. અને પ્રવર નગર નિયોજક કિરણ સુમરાને તેમની હાલની જવાબદારીઓની સાથે રાજકોટ મનપાનાં ટાઉન પ્‍લાનિંગ ઓફિસર તરીકેનો વધારાનો ચાર્જ રાજય સરકાર દ્વારા સોંપવામાં આવ્‍યો છે. ગાંધીનગરનાં શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ વિભાગ દ્વારા આ અંગેનો ઓર્ડર જાહેર કરવામાં આવ્‍યો હતો. ત્‍યારં કિરણ સુમરા  મનપાટી-પીટીઓ તરીકે ચાર્જ સંભાળી રજા પર ઉતરી ગયા છે.

(4:13 PM IST)