News of Friday, 7th February 2025
વોર્ડ નં-૨નો યોગેશ્વર સોસા. રોડ ડામરથી મઢાશે : કામનો પ્રારંભ

રાજકોટ : શહેરના વોર્ડ નં.૨માં એરપોર્ટ રોડ પર આવેલ યોગેશ્વર સોસાયટી શેરીઓમાં ડામર રી-કાર્પેટ કામનું ખાતમુહુર્ત ૬૯-વિધાનસભા ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા તેમજ વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડ નં.૨ના મહામંત્રી કૌશિકભાઈ અઢિયા, પ્રિતેશભાઈ પોપટ, રાજેશભાઈ પારેખ, અજયસિંહ જાડેજા, પુષ્પકભાઈ જૈન, જયસુખભાઈ પરમાર, છેલભાઈ રાવલ, મિલનભાઈ વાઘેલા, જયેશભાઈ શેઠ, જયરાજસિંહ જાડેજા, જયેશભાઈ ગાંધી, ભાવેશભાઈ કારિયા, સંજયભાઈ મિયાત્રા, રાજભા ઝાલા, પરેશભાઈ દવે, જે.ડી.ઉપાધ્યાય, અંકિતભાઈ લાખાણી, અશોકભાઈ ઘોડાસર, પલ્લવીબેન ચૌહાણ, દિપાબેન કાચા, અમીબેન પારેખ, વૈશાલીબેન, પાર્વતીબેન દોશી, ફાલ્ગુનીબા ઝાલા, કુનદબેન બદરકિયા, જસુમતીબેન વસાણી, વિરલબેન કથારિયા, જયશ્રીબેન રાવલ, પરીબેન ઠાકર, ઈશાબેન પોપટ, લતાબેન, રેખાબેન, પુષ્પાબેન, રશીલાબેન અરૂણાબેન, નીકાબેન, મીનાબેન તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ.
(3:58 PM IST)










