<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

જનકલ્‍યાણ ટ્રસ્‍ટ દ્વારા સ્‍કીન ડોનેશન, દેહદાનના દાતાઓના પરિવારજનોનો રવિવારે સન્‍માન સમારંભ

રાજકોટઃ જનકલ્‍યાણ ટ્રસ્‍ટ દ્વારા અત્‍યાર સુધીમાં ૪૧૦-ચક્ષુદાતા, ૩૮ દેહદાતા તથા ૧ર-સ્‍કીન ડોનેશન કરેલ પરિવારના સ્‍વજનોને પ્રોત્‍સાહિત કરવા અને ઋણ સ્‍વીકાર કરવા માટે ત્રણ સત્‍કાર સમારંભનું આયોજન થઇ ગયેલ છે. આ વર્ષે પણ આ સંસ્‍થા દ્વારા ૦૯ ને રવિવારના રોજ સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કુલ ખાતે ૪૧૧ થી પ૭૦ ચક્ષુદાતાઓ અને ૩૯ થી પ૬ દેહદાતાઓ અને ૧૩ થી ૧પ સ્‍કીન ડોનેશન કરનાર ઉપરાંત એક અંગદાતાના પરિવારજનોને સન્‍માનિત કરી તેમનો ઋણ સ્‍વીકાર કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. દાતાઓના પરિવારજનોને સ્‍વર્ગસ્‍થના ફોટા, નામ, સ્‍વર્ગવાસ તારીખ સાથે શીલ્‍ડ પણ અર્પણ કરવામાં આવશે.

આ ટ્રસ્‍ટ દ્વારા ધાબળા વિતરણ, ઉનાળામાં સ્‍લીપર વિતરણ, ઠંડી છાસ, ઠંડુ પાણી, જન્‍માષ્‍ટમીના તહેવારોમાં તથા દિવાળી જેવા તહેવારોમાં મીઠાઇ, ફરસાણ વિતરણ દાતાઓના સહયોગથી કરવામાં આવે છે. રાજકોટના આર.કે. બિલ્‍ડર્સના શ્રીમતી તરલાબેન મહેતા દ્વારા આ ટ્રસ્‍ટની પ્રવૃત્તિઓના સંચાલન માટે ઢેબર રોડ ઉપર એક ઓફિસ પણ આપવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે. ટ્રસ્‍ટના ચેરમેન અને આકાશવાણીના નિવૃત્ત અધિકારી ઉમેશ મહેતા દ્વારા એક જ દિવસમાં ત્રણ ચક્ષુદાન એમ ૧૧ વખત થયેલ છે. આ વર્ષે જાન્‍યુઆરી મહિનામાં રપ જેટલા ચક્ષુદાન થયેલ છે, જેમાં ર૮-૧-રપ ના રોજ એક જ દિવસમાં પાંચ ચક્ષુદાન થયેલ છે. જેવું આઠ વર્ષમાં પ્રથમ વખત બનેલ છે. આ ટ્રસ્‍ટે ૧૧૧૧ બોટલ રકતદાનનો સંકલ્‍પ પૂર્ણ કર્યો છે.

આ સંસ્‍થાને ડો. ધર્મેશ શાહ, ડો. હેમલ કણસાગરા, ડો. કમલ પરીખ, પ્રિન્‍સીપાલ કિશોરભાઇ દવેનું માર્ગદર્શન ઉપરાંત કાર્યાલય મંત્રી પ્રદિપભાઇ પંડયા ટ્રસ્‍ટની ઓફિસનો સંચાલન કરી રહ્યા હોવાનું યાદીમાં જણાવાયું છે

તસ્‍વીરમાં સંસ્‍થાના આગેવાનો ઉમેશ મહેતા-ચેરમેન, પ્રદીપભાઇ પંડયા-કાર્યાલય મંત્રી, જનાર્દનભાઇ આચાર્ય,  ડેનીસ આડેસરા, પ્રદિપભાઇ રાવલ, ચોટલીયાભાઇ, અતુલભાઇ શાહ,નજરે પડે છે. (તસ્‍વીરઃઅશોક બગથરીયા) 

(3:59 PM IST)