<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

સેનેટરી-સબ સેનેટરી ઇન્‍સપેકટરોની બદલીઓને એકાએક બ્રેક

મનપાના ઇતિહાસમાં પ્રથમ ઘટના પદાધિકારીઓની જાણ બાદ ર સોલીડ વેસ્‍ટ શાખાના ર૯ કર્મચારીઓની અરસપરસ બદલી કરાતા ર૪ કલાકમાં સ્‍થગીત પૂર્વ કમિશ્નરે કરેલ બદલીમાં નવી પધ્‍ધતી અંગે નવા કમિશ્નરને અંધારામાં રખાયાની કચેરીમાં ચર્ચા

રાજકોટ તા.૭: મ્‍યુનિ. કોર્પોરેશનના સોલીડ વેસ્‍ટ શાખાના ર૯ સેનેટરી અને સબ સેનેટરી ઇન્‍સપેકટરોની બદલીઓ બે દિવસ પહેલા હુકમ કર્યા બાદ ર૪ કલાક માંજ સ્‍થગીત થતાં મ્‍યુનિ. કોર્પો.ના ઇતિહાસમાં પ્રથમ વખત ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્‍યો છે.

આ અંગે મનપાના સતાવાર સુત્રો માંથી મળતી માહીતી મુજબ  જેમાં ગઈકાલે નવ નિયુક્‍ત કમિશનર તુષાર સુમેરાએ એક સાથે ૨૩ સેનેટરી ઈન્‍સ્‍પેક્‍ટર સહિતનાઓની બદલીનો ઓર્ડર કરતા આ બાબતની જાણ પદાધિકારીઓને થતાં તેઓએ અગાઉના કમિશનરે બદલીઓ કરી છે. કમિશનરે તાબડતોડ તમામ ૨૯ કર્મચારીઓનો બદલીનો ઓર્ડર સ્‍થગિત કરવામાં આવી હતી. તત્‍કાલીન મ્‍યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની તેમની કાર્યશૈલી એકજ જગ્‍યા પર વર્ષો રહેલ સહિતની વિગતો એકઠી કરી મોટાભાગના વિભાગોમાં જળમુળથી સાફસફાઈ કરી બદલીના મોટા ઘાણવા કાઢયા હતાં. તેવી જ રીતે સોલીડ વેસ્‍ટ શાખામાં જડમુળથી નવી પધ્‍ધતીની બદલી કરવા નિર્ણયો કર્યા હતાં. ત્‍યાર બાદ તાજેતરમાં મ્‍યુનિસિપલ કમિશનર તરીકે તુષાર સુમેરાની નિમણુંક થતાં  અમુક ખાસ અધિકારીઓ દ્વારા બદલી માટેની ભલામણો કરવામાં આવી હોય તેમ ગઈકાલે કમિશનરે સોલીડવેસ્‍ટ મેનેજ વિભાગના ૨૩ પર્યારણ ઈજનેર, સેનીટેશન ઓફિસર, સેનેટરી ઈન્‍સ્‍પેક્‍ટર અને સેનેટરી સબ ઈન્‍સ્‍પેક્‍ટર સહિતના ૨૯ કર્મચારીઓની બદલીના ઓર્ડર કર્યા હતાં.

સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના ૨૯ કર્મચારીઓની બદલીનો ઓર્ડર ગઈકાલે કરવામાં આવ્‍યો હતો. આકર્મચારીઓ પોતાનું નવુ પોસ્‍ટીંગ શરૂ કરે તે પહેલાજ આ બાબતે પદાધિકારીઓનું ધ્‍યાન જતાં તેઓએ અગાઉ ડી.પી. દેસાઈ દ્વારા બદલી થયેલા અધિકારીઓ અને કર્મચારીઓનું લીસ્‍ટ મંગાવી ચેક કરતા માલુમ પડેલ કે, ડી.પી. દેસાઈએ મોટાભાગના કર્મચારીઓની બદલી કરેલ તેપૈકી  અમુક કર્મચારીઓ ફરી વખત પોતાના સ્‍થાને જવા માટે ઉત્‍સુક હોય અગાઉ બદલીઓ થયેલ તેના વિશે અજાણ નવા કમિશનરને ગેરમાર્ગે દોરી બદલી કરાવવાનો કારસો રચ્‍યો હોય તેવું લાગ્‍યું હતું. જેના લીધે તાત્‍કાલીક આ બાબતની જાણ કમિશનરને કરતા અને અગાઉ ડી.પી. દેસાઈએ કરેલી બદલીઓની વિગતો આપતા મ્‍યુનિસિપલ કમિશનરે બદલીમાં કાચુ કપાઈ ગયું છે તેવું જાણી તુરંત બદલી સ્‍થગિત કરવાનો હુકમ કરતા કોર્પોરેશનમાં ખળભળાટ મચી ગયો છે.

(3:59 PM IST)