News of Friday, 7th February 2025
ગંગામાં નહાવાથી પાપ નથી ધોવાતા પણ ગંગાની આસપાસના લાખો વર્ષોના પવિત્ર તરંગો નવી વ્યકિતને જન્મ આપે છે : ઓશો

ઓશોએ પોતાના પ્રવચનમાં કહયું હતું ગંગાને જો ભારતમાંથી હટાવી દેવાય તો ભારતને ભારત કહેવું મુશ્કેલ બની જાય. ગંગાને જો હટાવી લઇએ તો ભારતનું બધુ સાહિત્ય અધુરૂ બની જાય. ગંગાને હટાવી દઇએ તો કોણ જાણે કેટલાયે ઋષિઓના નામ જતા રહે. ગંગાને જો હટાવી લઇએ તો ભારતની તીર્થની ભાવના જ ખોવાઇ જાય. ગંગાની સાથે ભારતના પ્રાણ પ્રાચીનકાળથી જોડાયેલા છે. ગંગા જાણે આપણા આત્માનું પ્રતિક બની ગઇ છે. કોઇ દેશનો જો કોઇ આત્મા હોય તો હોય તો ભારતનો આત્મા ગંગા છે. પણ શું કારણ છે ગંગા આપણું પ્રતિક બની ગઇ છે કે ભગવાન કૃષ્ણએ પણ હજારો હજારો વર્ષો પહેલા કહયું હતું કે નદીઓમાં હું ગંગા છું. ગંગા એ અર્થમાં કંઇ ખાસ નથી. ગંગાથી મોટી નદીઓ છે. ગંગાથી લાંબી નદીઓ છે. ગંગાથી બહુ વિશાળ નદીઓ પૃથ્વી પર છે. બ્રહ્મ પુત્ર છે, એમેઝોન છે, આવી તો સેંકડો નદીઓ છે. જેની સામે ગંગા સાવ નાની દેખાય છે. પણ ગંગા પાસે કંઇક એવુ છે જે પૃથ્વીની કોઇ પણ નદી પાસે નથી. અને એ કંઇક જ ગંગા સાથે ભારતીયોના મને એક તાલમેલ બનાવ્યો છે.
એક તો સૌથી મજાની વાત એ છે કે સમગ્ર પૃથ્વી પર ગંગા એવી નદી છે બધી નદીઓના પાણી તમે બોટલમાં ભરી દો. બધી નદીઓનું પાણી બગડી જશે. ગંગાનુ પાણી નહી બગડે. રાસાયણીક રીતે ગંગા બહુ વિશીષ્ઠ છે. તેનું પાણી બગડતું નથી. વર્ષો સુધી બંધ બોટલમાં રાખવા છતા તે નહી બગડે આવુ વિશ્વની કોઇ નદીના પાણીમાં નહી બને.
ગંગામાં આપણે આટલી લાશો ફેંકીએ છીએ. ગંગામાં હજારો વર્ષોથી આપણે લાશો નાખીએ છીએ. માત્ર ગંગાના પાણીમાં બધુ લીન થઇ જાય છે, હાડકા પણ ! દુનિયાની કોઇ નદીમાં આવી ક્ષમતા નથી. હાડકાઓ પણ ઓગળીને લીન થઇ જાય છે. અને ગંગાને અપવિત્ર નથી કરી શકતા.અન્ય કોઇ પણ પાણીમાં આપણે લાશ નાખીશું તો પાણી બગડી જશે કેમકે તેમાં પાણી નબળુ અને લાશ મજબૂત દેખાય છે. ગંગામાં લાશ નાખીએ તો તે પોતાના તત્વો સાથે ગંગામાં ઓગળી જાય છે અને ગંગા પર તેની કોઇ અસર નથી થતી, તે પવિત્ર જ રહે છે. ગંગાના પાણીની ઘણી રાસાયણીક પરિક્ષાઓ થઇ છે અને હવે તો તે વૈજ્ઞાનિક રીતે સાબિત થઇ ચૂકયું છે કે તેનું પાણી અસાધારણ છે. આ પાણી અસાધારણ કેમ છે તે પણ આヘર્યની વાત છે કેમકે ગંગા જયાંથી નિકળે છે, ત્યાંથી ઘણી નદીઓ પસાર થાય છે, ગંગામાં જે ખનીજતત્વો મળે છે, તે બીજી નદીઓમાં પણ હોય છે, અને ગંગામાં માત્ર ગંગાનું પાણી જ થોડું હોય છે. ગંગોત્રીમાંથી તો નાનકડી દ્વારા નીકળે છે, બાકી તો તેમા અન્ય નદીઓનું પાણી ભળે છે. મોટી ધારાઓ તો બીજી નદીઓની હોય છે પણ મજાની વાત એ છે કે આ જ નદીઓ જયા સુધી ગંગામાં નથી ભળતી ત્યાં સુધી તેના પાણીનો ગુણધર્મ અલગ હોય છે અને ગંગામાં મળ્યા પછી ગુણધર્મ બદલાઇ જાય છે શું છે આનુ કારણ? રાસાયણીક રીતે તો તે નથી ખબર પડતી વૈજ્ઞાનિક રીતે એટલી તો ખબર પડે છે કે તેના પાણીમાં વિશેષતા છે અને તેના પાણીમાં ખનિજ અને કેમીકલ્સનું રહસ્ય છે. વિજ્ઞાન એટલું જ કહી શકે છે. પણ એક રહસ્મય છે જે આજે નહી તો કાલે વૈજ્ઞાનિકોની જાણમાં આવવા લાગશે અને એ રહસ્ય છે ગંગાની નજીક લાખો લોકોનું પરમ અવસ્થામાં આવવું.
હું તમને એ કહેવા માંગુ છું કે જયારે કોઇ અપવિત્ર વ્યકિત પાણીની પાસે બેસે છે, અંદર જવાની વાત તો અલગ જ છે, તો પાણી પ્રભાવિત થાય છે. પાણી તે વ્યકિતના તરંગોથી આચ્છાદિત થાય છે. પાણી બહુ ઝડપથી ચાર્જડ થઇ જાય છે. પાણી બહુ ઝડપથી તેના વ્યકિતત્વથી અનુપ્રાણીત થઇ જાય છે. પાણી પર તેની છાપ પડી જાય છે.
લાખો લાખો વર્ષોથી ભારતના ઋષી મુનિઓ ગંગાના કિનારે બેસીને પ્રભુને પામવાની ચેષ્ટાઓ કરતા રહ્યા છે. અને જયારે પણ કોઇ એક વ્યકિતએ ગંગાના કિનારે પ્રભુને મેળવ્યા છે તો ગંગા એ ઉપલબિધ્થી વંચીત નથી રહી, ગંગા પણ તેનાથી આચ્છાદિત થઇ છે. ગંગાનું પાણી, ગંગા કિનારો, તેની રેતી બધુ જ લાખો વર્ષોથી આધ્યાત્મિક રીતે તરંગિત થઇ ગયું છે. એટલે જ આપણે ગંગા કિનારે તીર્થો બનાવ્યા છે.
એટલે જ લોકો ગંગાની યાત્રા કરે છે. એટલે જ લોકો માનતા હતા કે ગંગામાં ન્હાવાથી પાપ ધોવાઇ જશે. તેમના પાપ ગંગાના કારણે નથી ધોવાતા પણ ગંગાની આસપાસ જે પવિત્ર તરંગો છે, જે લાખો વર્ષોની છાયા છે, તે છાયામાં જો તમે તમારા હૃદયના દ્વાર ખોલો તો તમે ગંગામાં નહાઇને અન્ય વ્યકિત બનીને પાછા ફરી શકો છો.
આ પ્રયોગ ભારતમાં બીજે પણ થયા છે. જૈનોના ર૪ તીર્થકરોમાંથી રર તીર્થકરો એક જ પર્વત પારસનાથ પર નિર્વાણ પામ્યા આ આકસ્મિક નથી લાગતું કેમ કે ર૪ માંથી રર તીર્થકરોના નિર્વાણમાં હજારો વર્ષોનું અંતર છે. આ હજારો વર્ષોમાં આ રર વ્યકિતઓ પોતાના મરણ સમયે એક નાનકડા પર્વત પર પહોંચી ગયા. આ પૂર્વ નિયોજીત, પૂર્વ આયોજીત છે. એ પહાડને ચાર્જ કરવાની ચેષ્ટા જૈન તીર્થકરોએ કરી. એક જૈન તીર્થકર જયારે પોતાનો પ્રાણ છોડે તે ઘટના એક અણુના વિસ્ફોટ કરતા ઘણી મોટી છે.
વૈજ્ઞાનિકો કહે છે કે એક અણુના વિસ્ફોટથી એટલી ઉર્જા ઉત્પન્ન થાય છે કે આખી પૃથ્વી આંખોથી જોઇ શકાય. અણુ પ્રોટોન, ઇલેકટ્રોન એન્યુટ્રોનથી બનેલ છે. તેને જો અલગ કરવામાં આવે તો જે શકિત દ્વારા તેમણે જોડાયેલ હોય છે તે છૂટી પડે છે. એક તીર્થકરનો આત્મા જયારે તેના શરીરથી છૂટો પડે છે તો જે શકિત તેમના શરીર અને આત્માને જોડી રાખવા માટે હતી તે રીલીઝ થાય છે. આ શકિત તે પહાડ પર વિખેરાઇ જશે. રર તીર્થકરોના નિર્વાણથી તે પર્વત રીચાર્જ થઇ ગયો છે. જેનો લાભ ત્યાં યાત્રા કરનારા લાખો શ્રધ્ધાળુઓને મળે છે.
(3:59 PM IST)










