<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

રૂ.૧૦ લાખની લાંચના ચકચારી પ્રકરણમાં મુંબઇ માટુંગાના પોલીસ ઇન્‍સપેકટરની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ્‌

ફોન ઉપર થયેલ વાતચીતના પુરાવાને ગંભીર ગણી સેસન્‍સ કોર્ટ રાજકોટ જામીન અરજી ફગાવી દીધી

રાજકોટ, તા.૮: મુંબઈના માટુંગા પોલીસ સ્‍ટેશનમા પોલીસ ઈન્‍સપેકટર તરીકે ફરજ બજાવતા દિગબર પગર એ રાજકોટના ફરીયાદીને નોટીસ આપી રૂા.૧૦ લાખની લાંચની માગણી કરેલ જે રકમ સ્‍વીકારતા રાજકોટ ખાતેના તેના એજન્‍ટ ઝડપાઈ જતા રાજકોટની ખાસ અદાલતે પોલીસ ઈન્‍સ્‍પેકટરની ચાર્જશીટ જામીન બાદની અરજી નામંજુર કરેલ છે.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે માટુંગા પોલીસ સ્‍ટેશનના પોલીસ ઈન્‍સ્‍પેકટર દિગબર પગર એ રાજકોટના રહેવાસી ફરીયાદીને નોટીસ આપી માટુંગા પોલીસ સ્‍ટેશનમા હાજર થવા જણાવેલ. આ નોટીસ મળ્‍યા બાદ પોલીસ ઈન્‍સ્‍પેકટરના એજન્‍ટ તરીકે કામ કરતા સહઆરોપી જવાન સાવલીયાએ ફરીયાદીનો કોન્‍ટેકટ કરી ઈન્‍સ્‍પેકટર સાથે ફોન પર વાતચીત કરાવેલ. રૂા.૧૫ લાખની લાચની માગણી વાટાઘાટોના અત રૂા. ૧૦ લાખ ફાઈનલ થયેલ, જે રકમ રેઈડના દિવસે સ્‍વીકારતા જૈવીન સાવલીયા પકડાઈ ગયેલ. ત્‍યારબાદ લાંચની માગણી કરનાર પોલીસ ઈન્‍સ્‍પેકટર પગર દોઢ માસ સુધી નાશતા ફરતા રહેલ અને એક માસ બાદ એ.સી.બી. પોલીસ સ્‍ટેશનમાં જાતે હાજર થઈ ગયેલ હતો.

ચાર્જશીટ બાદની જામીન અરજી વખતે પોલીસ ઈન્‍સ્‍પેકટર શ્રી પગર વતી રજુઆત કરવામા આવેલ કે, ચાર્જશીટ રજૂ થઈ ગયેલ હોવા છતા તેમની સામે કેસ ચલાવવા માટે તેઓના ઉપરી અધિકારીની કોઈ મજુરી મળેલ નથી, તેથી આરોપીને જામીન મુક્‍ત કરવા જોઈએ. કારણ ક મજુરી આવે તેવી અપેક્ષાએ અનિશ્‍ચિત મુદત સુધી આરોપીને જેલમા રાખી શકાય નહી. આ ઉપરાત તેમ પણ રજુઆત કરેલ કે રૂા. ૧૦ લાખની રકમ પોલીસ ઈન્‍સ્‍પેકટર પગર એ સ્‍વીકારેલ નથી કે તેને મળેલ નથી તેથી પોલીસ ઈન્‍સ્‍પેકટર શ્રી પગર સામેનો કેસ ૧૦- વર્ષની સજાવાળો કેસ કહી શકાય નહી.

શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ એસ. કે. વોરા એ રજુઆત કરેલ હતી કે, જુની ફોજદારી કાર્યવાહી સહિતા તા.૦૧/૦૭/૨૦૨૪ થી બિનઅમલી બનેલ છે અને તેની જગ્‍યાએ નવી ભારતીય નાગરીક સુરક્ષા સહિતા અમલમા આવેલ છે. આ નવા અમલમા આવેલા કાયદાની જોગવાઈ મુજબ કેસ ચલાવવા માટે ૧૨૦-દિવસની અદર મજુરી અગેનો નિર્ણય ઉપરી અધિકારી દ્વારા કરવામા ન આવે તો આવી મજુરી મળી ગયેલ હોવાની ધારણા થાય છે. આ રીતે ચાર્જશીટ રજુ થયા બાદ પણ આરોપી પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર પગર સામે કેસ ચલાવવા મજુર ન મળે તો પણ તેઓ સામેનો કેસ ચાલવાપાત્ર છ તેથી આરોપીની જુડીશ્‍યલ કસ્‍ટડી ગેરકાનુની કહી શકાય નહીં.

આ ઉપરાંત આરોપી પોલીસ ઈન્‍સ્‍પેકટર  પગર એ રૂા. ૧૦ લાખની લાંચ સ્‍વીકારેલ નથી તેમ કહી શકાય નહી કારણ કે કોઈપણ આરોપી વતી તેના એજન્‍ટે રકમ સ્‍વીકારેલ હોય તો તેવી લાંચ આરોપીએ ખુદએ સ્‍વીકારેલ હોવાનુ માનવાને રહે છે. હાલના કેસમા આરોપી પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર  પગર પોતાના બચાવમા કયાય પણ જણાવતા નથી કે, તેઓએ રાજકોટ ખાતેના તેમના એજન્‍ટ જૈવીન સાવલીયા સાથે ફોન પર કોઈ વાતચીત કરેલ નથી. વધુમા, રજુઆત કરવામા આવેલ કે પોલીસ ઈન્‍સ્‍પેકટર દરજજાના અધિકારી જયારે એક માસ કરતા વધારે સમય સુધી નાશતા ફરતા રહેલ હોય ત્‍યારે તેઓ જામીન માટે આપોઆપ ગેરલાયક ઠરે છે. શ્રી સરકાર તરફેની આ તમામ રજુઆતોના અતે ખાસ અદાલતના જજ શ્રી વી.એ. રાણા સાહેબએ આરોપી પોલીસ ઈન્‍સ્‍પેકટર પગર ની ચાર્જશીટ બાદની જામીન અરજી નામંજુર કરેલ છે.

આ કેસમા સરકાર તરફે  જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા રોકાયેલ હતા.

(2:49 PM IST)