તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
દેવપરા શાકમાર્કેટ પાસેથી રૂા.૧.૧૪ લાખના મોબાઇલની ચીલઝડપ કરનારા બે ઝડપાયા
ડીસીપી ઝોન-૧ એલસીબીના એ.એસ.આઇ.મનરૂપગીરી ગોસ્વામી, કોન્સ.સત્યજીતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજાની બાતમીઃ રીક્ષા ચાલક સંજય રાજાણી અને એજાજ પરમારની ધરપકડઃ નવ મોબાઇલ કબ્જે

રાજકોટ તા.૮: શહેરના અલગ-અલગ વિસ્તારમાં મોબાઇલ ફોનની ચીલઝડપ કરનારા બે રીક્ષા ચાલકને ડીસીપી ઝોન-૧ની એલસીબીએ દેવપરા શાકમાર્કેટ પાસેથી પકડી લીધા હતાં.
મળતી વિગત મુજબ શહેરના જુદા-જુદા વિસ્તારમાં મોબાઇલની ચીલઝડપ કરનારા બે શખ્શો દેવપરામાં હોવાની ડીસીપી ઝોન-૧ની એલસીબીના એ.એસ.આઇ. મનરૂપગીરી ગોસ્વામી, કોન્સ.સત્યજીતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજાને બાતમી મળતા દેવપરા શાકમાર્કેટ પાસેથી જંગલેશ્વર શેરીનં.૧પના સંજય શંકરલાલ રાજાણી (ઉ.વ.૪૦) અને ભવાની ચોક પાસે મહેશ્વરી સોસાયટી શેરીનં.રના એજાજ ફારૂકભાઇ પરમાર (ઉ.વ.૩૭)ને અલગ અલગ કંપનીના રૂા.૧,૧૪,પ૦૦ની કિંમતના નવ ચોરાઉ મોબાઇલ ફોન સાથે ઝડપી લઇ ચોરાઉ મોબાઇલ તથા ઓટો રીક્ષા કબજે કરી હતી. પોલીસની પુછપરછમાં કાલાવડ રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં સાનીધ્ય એપાર્ટમેન્ટમાં રહેતો અને ફર્નીચરનું કામ કરતો રાજસ્થાની યુવાન ગોગારામ ભગારામ ભદુ(ઉ.વ.ર૩) તા.૩ના રોજ આજીડેમ ચોકડીએ મીત્ર સાથે બગીચામાં ફરવા માટે ગયો હતા. બાદ તે એકલો આજીડેમ ચોકડીએથી એક રીક્ષામાં બેસી બસ સ્ટેશને જવા માટે નીકળ્યો હતો. બાદ જલારામ ચોક પાસે પહોંચતા રીક્ષા ચાલકે કહેલ કે ‘મારે મારી પત્નીને દવાખાને લઇ જવાની છે તમે અહી ઉતરી જાવ.' ગંગારામને ઉતારી દીધો હતો. બાદ તે જલારામ ચોક પાસે પોતાના ભાઇને ફોન કરી વાત કરતો હતો તે દરમ્યાન જે રીક્ષામાં આવ્યો તે ઓટો રીક્ષા ચાલકે ગંગારામના હાથમાંથી રૂ.ર,૦૦૦ની કિંમતનો મોબાઇલ ફોન ઝુટવી રીક્ષામાં ભાગી ગયો હતો. આ બનાવ અંગે ભકિતનગર પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. બન્ને ભકિતનગર પોલીસ મથકમાં સોપ્યા હતા. આ કામગીરી ડીસીપી ઝોન -૧ એલ.સી.બીના પીએસઆઇ બીવી ચુડાસમા, એ. એસ.આઇ ભરતભાઇ વાઘેલા, મનરૂપગીરી ગોસ્વામી હેડ કોન્સ. હિતેશભાઇ પરમાર, કોન્સ. સત્યજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, રવિરાજભાઇ પટગીર, દ્વારા કરવામાં આવી છે.
(4:01 PM IST)










